Posts

Showing posts from 2017

કચ્છની કૂટનીતિ 2017 : કચ્છ માટે તો વિકાસ લોલીપોપ છે : પક્ષ કે વિપક્ષ બંનેને જાણે ફાયદો

બરાબરનો સમય આવી ગયો છે, નેતાઓને અને સત્તાધારીઓને ત્રાજવે તોળવાનો, આપણે એટલે કે મતદાતાઓએ પોતાના પર ન્યાય કરવાનો છે. ગત પાંચ વર્ષની વાતો, મોટી ગુલબાંગો કે પછી વાયદા વચનોને જરાક પણ યાદ કરી લઇને એ છ સેકન્ડમાં જે મત આપણે જોઇ શકવાના છીએ તે કોને આપવો તેમ વિચારવાનું છે. પૂરતો સમય છે કારણ કે હજુ ઉમેદવારો જાહેર નથી થયા, કેવા થાય છે એ પણ કચ્છ માટે એક કોયડો બની રહેવાનો છે. ગુજરાત વિધાનસભાની આવી પહોંચેલી ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં કચ્છના મતદારોને તેમના લોકપપ્રતિનિધિ ચૂંટવાની તક છે ત્યારે માહોલ મુજબ દરેક પક્ષોએ પોતાની કૂટનીતિ અમલી બનાવી છે અને તે મુજબ આગળ વધવું પડશે. કારણ કે કચ્છમાં આ વખતે કંઇક નવા કે વિચિત્ર પરિણામો આવી શકે તેમ કહેવું ખોટું નથી. છ બેઠકના રાજકીય વિશ્લેષણ માટે આ  ડિજીટલ માધ્યમથી  કચ્છની કૂટનીતિ 2017ની વાતો તબક્કાવાર કરીશું જેનો આ પ્રથમ ભાગ છે.  કચ્છનું રાજકારણ 1990ના દાયકા બાદ ભગંવું રાજકારણ બની ગયું છે. કોઇ પણને સત્તાધારી પક્ષ તક આપે તો ધારાસભામાં આસાનીથી પહોંચી શકે. પણ, આ વખતે એવું બનશે કે કેમ તે સવાલ છે. જિલ્લાની છ બેઠકમાંથી પાંચ બેઠક પર કમળ ખિલેલું છે પણ તેની પાંખ...

શું એ વન ગ્રેડ ખરેખર એ વન સાબિત થાય છે ?

રાજ્ય શિક્ષણ બોર્ડ અને સીબીએસઇ વચ્ચેની હુંસાતુંસીમાં બાળકનું સાચું મૂલ્યાંકન છેક ધોરણ 10ના પરિણામ બાદ વાલીઓને જાણવા મળે છે, ત્યારે સમય બહુ નીકળી ગયો હોય છે : વિદ્યા રથીની સફળતાનું માર્કેટિંગ હોર્ડિંગ્સથી માંડીને પ્રચાર માધ્યમોનો ઉપયોગ કરીને શાળા અને ટ્યુશન ક્લાસ બંને કરતાં હોય છે ત્યારે છાત્રની સરસ્વતિ સાધનાનો પુરસ્કાર તેની ફી માફીથી માંડીને સારી શિષ્યવૃતિ પુરી પાડવા સુધી આપી શકાય.  વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ જરૂરી છે નહીં કે વ્યવસાય કેન્દ્રિત : ગણિત - વિજ્ઞાન અને અન્ય વિષયોની તુલનામાં જ્યારે અમુક શાળાઅો પરિણામ કરતાં વિઝનલક્ષી વર્કિંગ કરે ત્યારે ધોરણ 11માં પરિણામપત્રકના મેરિટ મુજબ પ્રવેશ અટકે તો  હોંશિયાર બાળકોના વાલીઓને અચંબામાં પડી જાય છે.   ભાવિન વોરા (તા : 11 જુન 2017) પરિણામ આવી ગયું, સારું આવ્યું. સંતાન કેન્દ્રિય બોર્ડમાં એ વન ગ્રેડમાં એટલે કે 10 આઉટ ઓફ 10 સીજીપીએ રેન્ક લાવ્યું છે.  હવે સારું મેરિટ લાવવા માટે રાજ્યના શિક્ષણ બોર્ડમાં મૂકશું એટલે બાકીની શૈક્ષણિક કારકિર્દીને બળ મળશે અને શિક્ષણ બોર્ડમાં પણ અવ્વલ થવાની તક જળવાઇ રહેશે. બસ્સ, આવી જ માન્યતાઓ વચ્ચે ...

અથ શ્રી નર્મદા કથા....

સિંચાઇના વહેતા પાણી બનશે કાયમી કાચુ સોનુ: 2010થી 17 સુધીની પાણીયાત્રા કચ્છમાં આજીવન ખળખળ વહેશે : દલ દલનો પર્યાય બનશે જલ જલ : અમરકંટકમાંથી આવતી નર્મદામૈયા જગતના તાતને ઉછેરશે ભાવિન વોરા (તા : 22 મે 2017) ટેમ્સ નદી પર જેમ લંડન વસ્યું છે તેમ નર્મદાની કેનાલ અને પાઇપલાઇનના સિંચાઇ કે પીવાના પાણી પર કચ્છ જીવવાનું છે. દાયકાઓ નહીં સદીઓ નર્મદાના પવિત્ર જળથી પસાર થવાના છે. ઉત્તરાખંડમાં અલકનંદા, મંદાકિની અને ગંગોત્રીથી હરિદ્વાર સુધી પહોંચેલી ગંગા નદીનું સ્થાન પવિત્રતાનો પર્યાય છે તેમ નર્મદા પણ પણ ગંગા પછી દેશમાં બીજા નંબરની બારમાસી નદી છે અને કચ્છ જેવા પ્રદેશો માટે તો જીવન પર્યાયસમી બની છે. વિશાળ ભૂભાગ ધરાવતા અને કુદરતી સંપદાઓના વૈવિધ્યસમા આપણા સરહદી જિલ્લાને જો કંઇ કાયમી ઓછપ હોય તો એ માત્ર ને માત્ર પાણી છે. નંદનવન હૈયા ધરવતા કચ્છને 2010 પછી સિંચાઇ માટે પાણીની યોજનાઓએ ભૂમિને પુલકિત કરી છે અને તેનો કોઇ ઇતિ નહીં હોય એટલે કે નર્મદાની કથા કાયમ રહેશે તેનો અંત આવવાનો નથી. કચ્છના પાણીના કાયમી સ્રોત નથી એટલે નર્મદાના પાણી પણ વ્યક્તિની જેમ સવાયા કચ્છી અને કદાચ તેનાથી આગવું સ્થાન લેશે. એક તરફ પશ્ચિમી સાગર...

પ્રાથમિક સુવિધાઓની અમલવારી વધે એ ખરું પંચાયતીરાજ

ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના સમયમાં સમરસતા અને પક્ષપક્ષી વચ્ચે સાચો લોકપ્રતિનિધિ દબાઇ જાય છે : સુરાજ્ય અને સ્વરાજ્યની કલ્પના સાકાર કરવી હશે તો ગામડાંની દરકાર લેવી પડશે પંચ પરમેશ્વર અે ઉક્તિ આજીવન છે અને જ્યારથી પંચાયતી રાજ અમલમાં આવ્યું ત્યારથી પંચાયતની માળખાકિય કે વહીવટી વ્યવસ્થામાં પંચ જે કરે તે ન્યાયિક માનવામાં અાવતું રહ્યું છે. પંચાયતી રાજનો પાયો ગ્રામ સ્વરાજ છે અને ગ્રામ સ્વરાજ્યનું સપનું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સાકાર કરતું બતાવ્યું હતું. બાપુઅે એવું ગણતંત્ર ઇચ્છ્યું હતું કે સ્વતંત્ર ઇચ્છાઓનું લોકો માટે વિશાળ ફલક કે જેમાં  તેમની સુખાકારી હોય. ગ્રામ સુખાકારી માટે કચ્છની તાલુકાથી માંડીને ગ્રામ પંચાયતનોી ચૂંટણીઓ નજીકના ભવિષ્યમાં ગઇ છે ત્યારે તેના ફલિતાર્થો આપણે એટલા માટે વિચારવા જોઇએ કે આગામી સમય મોટી ચૂંટણીઓનો હશે અને તેમાં વાયદા વચનોની ભરમાર હોય ત્યારે અદનો માનવી ક્યાં અને છેવાડાની સુખાકારીને કેટલો ફાયદો થઇ શકે તે વિચારવાનો સમય આવશે. ખરાઅર્થમાં પંચાયતી રાજનો અનુભવ ત્યારે થશે કે ગ્રામ સ્તરે પ્રાથમિક સુવિધાઓની બૂમરાણ બંધ થાય અને સરકારી યોજનાઓની અમલવારીની જાહેરાત કરતાં તેનું પ્...

જો નર્મદા ન હોત તો....

માત્ર નર્મદાના પાણી પર આધારિત સુધરાઇઓ કે પંચાયતો પોતાના સ્રોત જાળવવામાં  ઉદાસીન શા માટે ?  : પાણીનો પોકાર કચ્છમાં નવી વાત નથી પણ વ્યવસ્થા સાચવી શકાય તેમ હોવા છતાં લોકોને મુસિબતમાં મુકી દેનારા સત્તા પક્ષ કે તંત્રનું પાણી મપાઇ જાય છે જો નર્મદા ન હોત તો ω તો કચ્છમાં ગમે તેટલો  ઔદ્યોગિક વિકાસ થાત કે શહેરો અને ગામોમાં માળખાકિય સુવિધા હોવા છતાં પાણી માટેની પરેશાની દુકાળસમી જ લાગત. સરદાર સરોવર ડેમની નીચે આવેલા ભરૂચ - રાજપીપળાના ગામોને જ્યારે નર્મદાના વહેણમાંથી પાણી મેળવવાની સમસ્યા થઇ ત્યારે એ વિસ્તારના રહેવાસીઓએ જંગના મંડાણ કર્યા હોવાની સ્થિતિ ઉભી થઇ છે. કચ્છની વાત કરીએ તો પાણી સમસ્યા અે પુરાતનકાળ જેવી જૂની બાબત છે. 70ના દાયકાથી 90ના દાયકા સુધી કચ્છમાં સિંચાઇ કે પીવાના પાણ માટે કેન્દ્ર સરકાર સુદ્ધાં વહીવટી કાર્યવાહીઓ કરી ચૂકી છે પણ ઉદાસીનતાના મુદ્દે કાયમી નિરાકરણ નથી આવ્યું. રણ સરોવરની વાત હોય કે ગ્રેવીટીથી પાણી આપવાની વાત હોય, બધું જ જાણે ઇલ્લે ઇલ્લે થઇને વાત ઉડી ગઇ છે.   તાજેતરના પખવાડિયાની વાત કરીએ તો માળિયા પાસેના પમ્પિંગ સ્ટેશનમાં વાલ્વ ખરાબ થઇ ગયા બાદ પાણીની સ્થ...

કમ, મેક ઇન કચ્છ : ઉદ્યોગો માટે વહેતા પાણીમાં તરવાની તક

  દિવ્ય ભાસ્કર મીઠોકચ્છ પ્રકાશિત તારીખ 220215 ભુજમાં યોજાનારા વાઇબ્રન્ટ કચ્છ 2015 દ્વારા વિના ભૂકંપે કચ્છની ધરતી પર ઉદ્યોગ સાહસિકોને એકમો શરૂ કરવા નોતરૂં : રોજગારી આપવા અને  શિક્ષણ માટેના અેમઓયુ દિશાસૂચક બનશે ધરતીકંપરૂપી કુદરતી વિનાશના દોઢ દાયકા પછી જિલ્લામાં ફરીથી ઉદ્યોગીકરણ સળવળ્યું છે અને વિશાળ જમીન પર અાધુનિક મશીનરીઓ સાથેના ભૂંગળાઓ કે ચીમનીઓને કાર્યરત કરાવવા માટે ભુજમાં નેશનલ લેવલનું આયોજન કરાઇ રહ્યું છે. કોણ કરી રહ્યું છે અેના મહત્ત્વ કરતાં કચ્છ માટે કેટલું કરાઇ રહ્યું છે એ હવે વિઝિબલ બની રહ્યું છે. કચ્છમાં વસતા જણને રોજગારી અપાવવા ઉપરાંત ઉચ્ચ શિક્ષણ માટેના એમઓયુ દિશાસૂચક માની શકાય. તો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિિલટી (સીએસઆર)તળે થનારા ફાયદા તેની બાય પ્રોડક્ટ રહેવાની છે. એ ઉપપેદાશ દૂધની એવી મલાઇ સમાન બની શકે છે કે જેનાથી કચ્છનો ગ્રામીણ ભાગ તાજો માજો બનાવી શકાય. જો ઉદ્યોગો આવશે તો ‘મેક ઇન કચ્છ’નું લેબલ લગાવી શકાશે. ભારતના માંધાતાઓની કંપનીઓ તો ઠીક પણ કચ્છના કે ગુજરાતના જ્યાં હુંફાળા સબંધો છે તેવા દેશના ડેલિગેશન આવીને અમુક હજાર કરોડના એમઓયુ કરી જશે !...

ડોનેશન લઇને બાળકના વિકાસના નામે વાલીઓને ખંખેરતાં ચેતજો

 --- ખાનગી શાળા-મહાશાળાઓના સંચાલકો ડોનેશનના નામે સતત લૂંટતા હોવાની બૂમ એસીબીએ  સાંભળી --- ગામ - શહેરની ભાગોળે આવેલાં ખાનગી એજ્યુકેશન કેમ્પસ કરતાં ગીચ વિસ્તારોમાં શિક્ષણ આપતી રીઝલ્ટ ઓરિયેન્ટેડ સેમી ગર્વમેન્ટ સ્કૂલ્સ કે હાઇસ્કૂલ્સનો રૂતબો બરકરાર છે           આશિષ ભાટિયા, થોડા િદવસો પહેલાં કચ્છ જિલ્લાના નિરક્ષણે અવેલા રાજ્યના એન્ટિ કરપ્શન બ્યૂરોના  આ અધિકારીએ શિક્ષણ સંચાલકોને વિચારતા કરી દેતી ચીમકી આપી છે. એસીબીના નિયામક એેવા એડિશનલ ડીજીપી ભાટિયાએ સીધી ભાષામાં શિક્ષણમાં વિવિધ સુવિધાઓના રૂપાળા નામે ડોનેશન ઓહિયાં કરી જતા શિક્ષણધામોના માલિકોને કહી દીધું છે કે હવે પરોક્ષ ભ્રષ્ટાચાર બંધ કરવો પડશે. લાંચ રૂશ્વત વિરોધી વિભાગના રાજ્યના નિયામક આશિષ ભાટિયાએ કચ્છની બે દિવસની મુલાકાતમાં ગાંધીધામ ખાતે એવી વાત ઉચ્ચારી કે બળકોના પ્રવેશ વખતે મસમોટું ડોનેશન પડાવી લેતી શિક્ષણ સંસ્થાઓ એસીબીના રડારમાં રહેશે. જો આમ થાય તો વિદ્યાર્થીઓ કરતાં વાલીઓનું વધારે ભલું થશે. કારણ કે, મોંઘવારીના  સમયમાં બજેટ ખોરવાઇ જાય એમ ડોનેશન લેવામાં શા...

કચ્છના પ્રાથમિકથી યુનિ. સુધીના શિક્ષણના પ્રશ્નોની નોંધ લીધી છે : સ્થાનિક સ્તરે લાભ થશે

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ખાસ વાતચીત : પ્રવાસી શિક્ષકો થકી ઘટ દૂર થશે કચ્છ સાથે વિશેષ લગાવ હોવાથી અહીં આવવું પસંદ    ભાવિન વોરા. ભુજ સમગ્ર રાજ્યમાં શહેરીકક્ષાનો પ્રવેશોત્સવ શુક્રવારે પૂરો થયો. કચ્છમાં ખુદ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવા આવ્યા હતા. ગાંધીનગર પરત ફરતી વેળાએ તેમણે ભુજમાં દિવ્ય ભાસ્કર સાથે કરેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, કચ્છના પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીના સમસ્યા આધારિત પ્રશ્નોની નોંધ લીધી છે અને આગામી સમયમાં કચ્છના શિક્ષણના હિતમાં તેનો ઉકેલ લાવવા પ્રયાસો આગળ વધારાશે. ખાસ કરીને કચ્છના આંતરિયાળ ભાગોમાં સ્થાનિકના કે નજીકના વિસ્તારના શિક્ષકો મળી રહે તેવી પ્રક્રિયાને પ્રોત્સાહન અપાશે. રાજ્ય સરકાર આગામી બે માસમાં 7500 જેટલા પ્રવાસી તેમજ 4000 જેટલા વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા પૂરી કરશે, જેમાં કચ્છમાં મોટી સંખ્યામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોની ઘટ નિવારી શકાશે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું. ...

કચ્છમાં વાદળો ‘ચાલી’ રહ્યા છે

સતત મેઘતૃષ્ણા ઝંખતી કચ્છની ભૂમિ અને કચ્છીજનો માટે ચોમાસુ એક અવસર છે પણ ઉજવવાની ઘડીની રાહ જોવી પડે છે ક્યા ચલ રહા હૈૈ... એવી એક હિન્દી જાહેર ખબરમાં આવું પૂછવામાં આવે છે અને સામે જે જવાબ મળે તેમાં જેની ચર્ચા હોય છે તે પ્રોડક્ટનુ ંનામ અપાય છે. હાલમાં કચ્છમાં વરસાદની ચર્ચા છે તો વાદળો વરસે તે માટે વૃક્ષો રોપીને કુદરતી વ્યવસ્થા તેનો જવાબ બની રહેશે ચોમાસુ એટલે કચ્છ માટેનો અવસર. દર વર્ષે આ અવસર આવે છે પણ ઉજવાશે કે કેમ એ સતત પ્રશ્ન રહેતો હોય છે. પાણી ભરેલાં વાદળો કરતાં પાણી આકાશમાંથી પસાર થઇ જતાં વાદળો ક્યારે વરસશે એવા ચિંતાના વાદળો કચ્છી અને બૃહદ કચ્છના મન મગજમાં છવાયેલાં રહે છે. સતત નવ વર્ષ સુધી મેઘ મહારાજે કૃપા વરસાવી પછી ગયા વર્ષે અછતનો અભિશાપ કચ્છમાં આપી દીધો. પશુપાલન અને ખેતી પર નભતો જણ આકાશમાં નેજા નાખીને જોવાનું શરૂ કરે એટલે એક એવો ભાવ પણ ઉભો થાય કે વરસાદનો પ્રથમ રાઉન્ડ સમયસર થાય તો બધું સચવાઇ જાય. ટેલિવિઝન પર હાલમાં અેક જાહેરાત એવી આવે છે કે એક વ્યક્તિ બીજાને પૂછે કે કે ક્યા ચલ રહા હૈ એટલે પેલો સામેવાળો કહેશે કે ફોગ. આપણા માટે પણ આવું જ કંઇ છે કે આપણે કોઇ પૂછે કે કચ્છ...

વાકબાણ હોય કે વખાણ... કચ્છ કચ્છ હોતા હૈ ....

નલિયાકાંડ, ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ઘુડખરની નિવેદનબાજી, મુંબઇ પાલિકામાં વિજય સહિતના મુદ્દે જિલ્લો ચર્ચામાં : હકારાત્મક હોય કે નકારાત્મક પાસામાં આંતરિયાળ વિસ્તારની નોંધ દેશસ્તરે લેવાઇ રહી છે આમેય કચ્છીઓને દેશ - વિદેશનું કચ્છ કનેકશન કાયમ માટે પસંદ ઉત્તર પ્રદેશની સૌથી વધુ બેઠકો ધરાવતી વિધાનસભાની ચૂંટણીમાં કચ્છને યાદ કરવામાં આવ્યું છે. પ્રવાસનમાં ડંકો વાગી ગયો છે અને એ ડંકાના ભણકારા યુવાન મુખ્યમંત્રી અખિલેશ યાદવના કાનમાં વાગ્યા છે. કચ્છના નાના રણમાં વસતા વર્ગ એકના પ્રાણી ઘુડખરનો પ્રચાર તેમને પસંદ નથી પડ્યો. અખિલેશની કુછ દિન તો ગુજારો ગુજરાતમેં... કચ્છનું  ટુરિઝમ ઘુડખરના નકારાત્મક પ્રચાર સામે હકારાત્મક અસર જન્મવાનારું બન્યું છે. બે દિવસ સુધી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીના મુખ પરથી વાક બાણ કે વખાણરૂપી વાક્યો થકી ગુજરાત ચર્ચામાં રહ્યું હતું. આની હકારાત્મક અસર જોઇએ તો ઘુડખર એટલે કે જંગલી ગધેડા ક્યાં જોવા મળે તેવો સવાલ ઉત્તર પ્રદેશવાસીઅોને થયો અને તેમાં રસ ધરાવતા લોકોને કચ્છનું નાનુ રણ એવો જવાબ ચોક્કસ મળે. યુપીમાં ઘુડખર ઉપરાંત સીએમના પત્ની ડિમ્પલ યાદવે માધ્યમોને આપેલા ઇન્ટ...