Posts

Showing posts from 2019

ડ્રેનેજનું ડેમેજ કંટ્રોલ ! નળ (ન), ગટર (ગ), રસ્તા (ર) પાલિકા

- એરાઉન્ડ ધ કચ્છ, ભાવિન વોરા તા. 120919 ડ્રેનેજનું ડેમેજ કંટ્રોલ ! નળ (ન), ગટર (ગ), રસ્તા (ર) પાલિકા હાશ, ભુજમાં સારો વરસાદ અવ્યો, સારું એ થયું કે તબક્કાવાર આવ્યો, એનાથી વધુ સારું એ થયું કે ભાદરવાના ભારે ભુસાકારુપી આવ્યો. જો શ્રાવણમાં રમઝટ બોલાવી હોત તો વાટ લાગી ગઇ હોત. એક તો શાસનધૂરા સંભાળવામાં કેટલા વિસે સો થાય એમાં ગોથાં ખાવાના અને માથેથી મૂશળધાર પડતો હોત તો વહીવટી અણઆવડતના પરેસેવા છોડાવી દે એ નક્કી હતું. અચ્છા કોઇ કહેશે કે કે પેલા સાધુ બેટ પરથી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા તરીકે જેઓ ગુજરાતીઓ પર નજર રાખી રહ્યા છે તેવા રજવાડાને જોડનારા કદાવર નેતા સરદાર વલ્લભભાઇ પટેલના દર્શન કરવા હોય તો ફરજિયાત ભાદરવામાં જવાનું હોય, આ તો ભુજમાં એક નહીં અનેક વિસ્તારોમાં દૂષિત પાણી વહેતા હતા અને આપણે ચૂંટેલા લોકો કેવડિયામાં નર્મદાના નીરનું `નજર આચમન’ કરવા ગયા હતા એટલે સહેજે સવાલ સામે આવ્યો. ડિસેમ્બર સુધી તો વધુ સારી એમનિટીઝ ત્યાં ઉભી થઇ જશે તો શું ત્યારે ન જઇ શકાત ? અને ગાંધીનગરમાં તો માવતર પાસે ભાઇભાંડુઓની ફરિયાદ કરવાની હોય તેમ રજૂઆત કરીએ એટલે માવતર સાંત્વના આપીને છોકરાઓને શાંત કરે, તેનાથી જૂના દરદની...

કચ્છને અલાયદું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અનિવાર્ય, ખરું ને ?

કચ્છ અને આપત્તિ બંને એકબીજાના પર્યાયમાં રહેતા આવ્યા છે 1956નો અઁજારને તહસનહસ કરનારો ભૂકંપ હોય કે એ અગાઉ 1819માં સિંધના પાણી વાળનારા અલ્લાહ બંધ વખતનો ધરતીકંપ. કોઈને કોઈ રીતે આ સરહદી જિલ્લાની નુકસાનકર્તા રહ્યા છે. કચ્છની તાસીર આપત્તિ અને અવસર વચ્ચે અટવાઈ ગઈ છે ત્યારે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર સતત ઉચાટમાં રહેતા હોય છે. તેનાથી વધુ દરિયા કિનારે રહેતા લોકો, માછીમારો, અગરિયાઓ અને ભૂકંપ ઝોન પાંચમા આવતા વિસ્તારોની સતત ચિંતા થવી એ સ્વાભાવિક બની રહ્યું છે. સમય સમયે સચવાઈ જતું હોય છે પરંતુ દરેક વખતે ઉચાટ કચ્છીઓએ સહન કરવો પડે છે. એક અલાયદા આપત્તિ વ્યવસ્થાપન તંત્રની અનિવાર્યતા સામે ઉભી છે.  મી એટલે કે વરસાદ કચ્છનું ઘરેણું છે અને એ ઘરેણું પહેર્યા વિના ચાલે તેમ નથી. મા નર્મદાના નીર મળ્યા પણ રાજકીય હેતુઓનું સાધ્ય પણ મળ્યું છે.  2001ના વિનાશકારી ભૂકંપ બાદ ૨૦૧૧ સુધી અવિરત અને ચોગરદમ થયેલી મેઘકૃપા થકી જિલ્લાવાસીઓ તરબતર રહેતા આવ્યા છે. સિંધુસાગર તો 1660ના અરસામાં વિલુપ્ત થઇ છે અને 1845 સુધી લખપતના લાલ ચોખાવાળા બંદરનો કારોબાર પણ ખોવાઇ ગયો હતો. ભૂતકાળના પડેલા દુકાળો એક તબક્કે ભુલાતા પણ આ...

દાવાઓ અને અમલીકરણની અપેક્ષા વચ્ચે મુખ્ય બે પક્ષનો કચ્છમાં જંગ

કચ્છની અનામત બેઠક માટે ચિત્ર સ્પષ્ટ થઇ ચૂક઼યું છે.  10  ઉમેદવારો જંગમાં સામેલ છે. બધાને કચ્છની ચિઁતા હશે એમ માનીએ. તમામ ઉમેદવારો યથા શક્તિ પોતાની તાકાત લગાવીને દિલ્હી તરફ દોટ મૂકવાના પ્રયાસો કરી રહ્યા છે. જોકે ,  કચ્છની તાસીર મુજબ દિલ્હી કોય કે ગાંધીનગરનો જંગ મુખ્ય બે રાજકીય પક્ષ વચ્ચે વધુ હોય છે. ભાજપના વર્તમાન સાંસદ વિનોદ ચાવડા અને કચ્છ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નરેશ મહેશ્વરી વચ્ચે હારજીતના પરિમાણો ઉભા થવાના છે ત્યારે તેઓ કયા હેતુથી અને કયા વિઝનથી ચૂંટણી જીતવા મેદાનમાં ઉતરેલા છે તે તેમને જ પૂછતાં સાર એવો નીકળ્યો કે દાવાઓ અને અપેક્ષાઓ વચ્ચે આ લોકપ્રતિનિધિપદની મતોની લડાઇ થવાની છે. કૃષિ યુનિ. લાવવી તથા રેલ અને એર સુવિધાને પ્રાધાન્ય : આવી સ્થિતિ વચ્ચે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા હજુ પણ કચ્છ ને સારું ઇન્ટરનેશનલ એરપોર્ટ અપાવવાની વાતો કરે છે .  જોકે ,  આ એરપોર્ટ ભુજ સિવાય ગયું તો ફરીથી મધ્ય અને કચ્છ અન્યાયનો મુદ્દો સામે રહેવાનો છે .   આ ઉપરાંત ભુજની ઉદ્યોગ ગૃહની સોંપેલી હોસ્પિટલ સિવાય પણ વધુ એક ઉચ્ચ દરજ્જાની સરકારી હોસ્પિટલ લાવવી એ તેમની ખેવના છે...

કચ્છની લોકસભામાં ઉમેદવાર કોઇ પણ હોય જીતશે પક્ષ

આવી ગઈ ચૂંટણી ઢુકડી … …  બંને રાજકીય પક્ષો મેદાનમાં છે ,  ત્રીજા પક્ષનો કચ્છમાં સામાન્ય રીતે વિકલ્પ રહેતો નથી .  જો કોઇ મુખ્ય પક્ષના ઉમેદવાર રાજનીતિ કરે અને હરીફના મતો તોડવા માટે વધારાના ઉમેદવાર રા ખે તેવું રાજકારણમાં શક્ય બનતું હોય  છે .  જોકે કેટલાક અપક્ષ સાચી રીતે પણ ચૂંટણીઓ લડતા હોય છે .  ચૂંટણી ચિત્ર ત્યારે સમજાતું હોય છે જ્યારે મુખ્ય રાજકીય પક્ષો તેમના ઉમેદવારોની જાહેરાત કરે છે .  કચ્છમાં પણ જંગ જામી ચૂક્યો છે વર્તમાન સંસદ વિરુદ્ધ કોંગ્રેસે પંચાયતથી માંડીને સંગઠનના અનુભવીને મેદાનમાં ઉતાર્યા છે .  કચ્છની તાસીરની વાત કરીએ તો 1996 પહેલાંની ચૂંટણીમાં ઉમેદવાર વિજયી બનતા હતા. કોંગ્રેસ પક્ષ પણ મહદઅંશે જીતતો હતો. પણ, ચૂંટણીઓનો ઇતિહાસ એમ કહે છે કે, જીતેલો ઉમેદવાર બીજી વખત ઉભે તો હારે અને હારેલો ઉમેદવાર બીજી વખત જંગ લડે તો જીતે છે. આ બધું 1996 પહેલાં હતું. હવે ઉમેદવાર નહીં પણ ભાજપ પક્ષ જીતતો આવ્યો છે. હાલના ઉમેદવારોની વાત કરીએ તો નિર્વિવાદ એમ કહી શકાય કે ભાજપના વિનોદ ચાવડા અને કોંગ્રેસના નરેશ મહેશ્વરી બંને સ્વચ્છ પ્રતિભા ધરાવે છે. ઉમેદવાર બંને સ...