Posts

Showing posts from 2013

નો પોલિટીકસ . . . . હમીરસર ઓગન્યું ભુજનો અનેરો પ્રસંગ ..... ઓગનોત્સવનો રાજીપો કચ્છ અને બૃહદ કચ્છીઓને

Image
અગાઉ કેદારનાથ પર પાણીની અવકૃપા થઇ અને પાણી પોતાનો રસ્તો કરી લે છે એ વિષે લખવાનું થયું હતું આજે અનોખો પ્રસંગ ભુજવાસીઓ માટે આવ્યો છે જેમાં એજ વરસાદી પાણીની મેઘકૃપા થઇ છે. હમીરસર ઓગન્યું ભુજ નો અનેરો પ્રસંગ ..... રાજીપો  કચ્છ અને બૃહદ કચ્છીઓને થયો છે એનું કારણ એ કે એમાં ભુજ ની માટીની મહેક છે। કારણ  આ નગર જિલ્લા  મથક હોવાના કારણે  કોઈને કોઈ રીતે જિલ્લાવાસીઓ એ ભુજ આવવું પડતું હોય છે . કદાચ કોઈ  કામ ના હોય તોય સગા સંબંધીઓ કે  મિત્રોને મળવા આવવાનું થતું હોય છે . અરે હવે તો કચ્છની બહારના લોકો પણ કહેતા હોય છે કે યાર એકવાર કચ્છ તો જોવા જવું છે। પેલું તમારું કયું તળાવ કે જે ભુજ ની વચ્ચે છે એ પણ જોવાની ઈચ્છા છે . ભલે એટલું અન્ય મહાનગરો ની સરખામણી માં હમીરસર અતિશય મોટું ના કહેવાય પરંતુ સાવ નાનું પણ ન જ કહેવાય . વાત ભુજવાસીઓના આનંદ અને રાજીપા ની છે . આજે શુક્રવારે સર એટલે કે તળાવ ઓવરફ્લોવ થયું છે એટલે હવે આજે  સવારથી નગરજનો મોટાબંધ થી માંડી ને જ્યાં ઓવર્ફ્લોવ થાય છે તે ઓગન ના સ્થળે આંટા મારવામાં   થાકતા નથી .અને હવે તો વિક એન્ડ છે એટલે...
પાણી પોતાનો રસ્તો કરી લે છે અને માનવ તેના પર જિંદગી ચલાવી જાય છે કેદાર નાથ પર ગંગાજી એ અવતરણ કર્યું અને ખુદ નાથ પર માત્ર જલાભીષેક કરીને પોતાનું પ્રવાહ એટલે કે રસ્તો કરી લીધો। પાણી પોતાનો માર્ગ કાઢી લે છે એમ અવારનવાર બોલવા સાંભળવામાં આવતું હોય છે ત્યારે આવો રસ્તો કરે તો કેટલાય ની જિંદગીના રસ્તા બંધ થઇ જાય। દેવભૂમિમાં આ દુર્ઘટના બની એ તેને દુરથી જોવાના બદલે વીજનું માધ્યમોના કારણે એટલી જ નજીક થી જ જોવા મળી છે। કેદારનાથને તો બચાવી લીધા પણ શિવજીની મૂર્તિના ગળા સુધી પાણી આવી ગયા બાદ આ પ્રતિમા પણ તણાઈ ગઈ તો બહુમાળી ઈમારત પણ પાણીમા એવી તે ધાસ્તી જોવા મળી કે અ ગઈ .... એમ સહેજે મ્હોમાંથી નીકળી જાય , સાથે એક પ્રકારની ચિંતા સાથે ચિત્કાર પણ ઉભો થાય .  અલકનંદા અને મંદાકિનીનો ધોધ આમેય પણ ધોધમાર હોય છે અને તેમાય જો હિમાલયના પર્વતો પીગળી ને પશ્ચિમ બંગાળ માં ગંગાસાગરને મળવા જો આવી દોટ મુકે તો ચારધામ યાત્રામાં આવેલા ભક્તોના ઘોડાપુરને પણ તની જાય . અને થયું પણ આવું જ છે . હિન્દુસ્તાનમાં કોઈ પણ કમનસીબ ઘટના વખતે આંકડાઓની માયાજાળ અને રાજકીય રોટલા શેકવા કે પ્રથા પડી ગઈ છે . જોકે લોકો ને માહિતી માં...