Posts

Showing posts from May, 2021

બાગાયત ખેતીમાં કચ્છડો બારેમાસ : ૨૦૧૯-૨૦માં ફળોનું ૯.૪૯ લાખ મે.ટન ઉત્પાદન

Image
  ખેત ઉત્પાદક સંગઠનની કચ્છમાં રચના થાય તો વચેટિયાઓના બદલે સીધા કિસાનોને પૂરતું વળતર મળે ૫૬ , ૭૬૧ હેક્ટરમાં વાવેતર કરીને કચ્છ જિલ્લો રાજ્યભરમાં બન્યો અગ્રેસર #bagayat #farming #Kachchh #kesar mango ભુજ : વર્ષ ૨૦૦૧ના ભયાવહ ભૂકંપવાળી આ ભૂમિ હવે બાગાયતી પાકોના માધ્યમથી ફળાઉ સોનુ ઉગાડતી હોય તેવું ચિત્ર તબક્કાવાર સામે આવતું રહ્યું છે , જેમાં ગત વર્ષ ૨૦૧૯ - ૨૦માં વધુ એક વખત બાગાયતી પાકોમાં કચ્છ જિલ્લો રાજ્યભરમાં ૯૪૯૧૧૫ મેટ્રિક ટન ઉત્પાદન સાથે મોખરે રહ્યો છે . ફળો ઉપરાંત શાકભાજી , મસાલા અને ફૂલોના કુલ ઉત્પાદનમાં પણ કચ્છ ૧૨ , ૬૬ , ૨૬૦ મેટ્રિક ટન સાથે નંબર વન રહ્યો હોવાનું આંકડાકીય રીતે સાબિત થયું છે . કચ્છમાં પ્રગતિશીલ ખેડૂતોના કારણે આવી સારી સ્થિતિ ઊભી થતી રહી છે અને હવે વચેટિયાઓ કમાય તેના બદલે ખેડૂતો જ ખેત ઉત્પાદક સંગઠનની રચના કરે અને માર્કેટમાં સીધું વેચાણ કરીને સીધો ફાયદો મેળવે તેવી સમયની માગણી હોવાનું આ ક્ષેત્ર સાથે સંકળાયેલાઓએ જણાવ્યું હતું . કચ્છની ખેતીવાડીના અનુભવીઓ સાથે વાત કરતાં એમ જાણવા મળ્યું કે , બાગાયતી ખેતીમાં કચ્છ સતત અગ્રેસર રહેતું આવ્યું છે અને તેના કારણોમાં સૌથી ...

રાજાશાહી ચાડવા રખાલ બાયો ડાયવર્સિટી પાર્ક તરીકે સંવર્ધિત કરાશે

Image
  ૫૧૭૯ હેક્ટરમાં સેવ એન્ડ પ્રિઝર્વ ચાડવા રખાલના સ્લોગન સાથે વિકસાવવાનો કોલ ગુજરાત ઈન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી દ્વારા રાજવી પરિવારને અપાયો અહેવાલ  #kachchh #Chadva Rakhal #Ecology #Guide #Kachchh Royal Family #Bhuj #Ecotourism #caracal ભુજ : ભુજથી અંદાજે ૧૫ કિલોમીટરે આવેલ તાલુકાના ભારાપર , વાડાસર , સામત્રા વિસ્તારમાં આવેલા અને અંદાજે ૨૪ માઈલ વિસ્તારમાં પથારાયેલી ચાડવા રખાલ વિસ્તારને કચ્છ અને ગુજરાતનો શ્રોષ્ઠ બાયો ડાયવર્સિટી પાર્ક બનાવીને તેને સંવર્ધિત કરવા માટેના આયામો આગળ ધપી રહ્યા હોવાની પ્રક્રિયા સપાટી પર આવી છે . રાજાશાહી સમયની આ રખાલની મહત્તા દર્શાવતો એક વિસ્તૃત અહેવાલ ગુજરાત ઈન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી ( ગાઈડ ) ના ડાયરેક્ટટર ડૉ . વી . વિજયકુમાર અને સંશોધકો દ્વારા રાજવી પરિવારને આપવામાં આવ્યો છે , જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે , બે દાયકાથી ખુલ્લી મૂકાયેલી આ સાઈટને ઈકો ટૂરિઝમ સાઈટ તરીકે વધુ સારી રીતે વિકસાવી શકાય એમ છે . રાજવી પરિવાર અને વન વિભાગના સંયુક્ત સાહસથી વન્યપ્રાણી સંરક્ષણ અને પર્યટનને પ્રોત્સાહન આપી શકાય તેમ છે . મહારાવ પ્રાગમલજી નેચર કન્ઝર્વેશન ટ્...

કચ્છમાં સજીવ ખેતી જ યોગ્ય : વૈશ્વિક જર્નલમાં કચ્છના ભૂવિજ્ઞાનીઓનું રિસર્ચ પેપર રજૂ

Image
  દુનિયામાં અગ્રહરોળના ૭ પૈકી એક ગણાતા નામાંકિત સાયન્ટીફિક રિપોર્ટમાં થઈ પસંદગી ગુજરાતમાંથી જૂજ પેપર પસંદ થાય છે : કચ્છ યુનિ . ના અર્થ એન્ડ સાયન્સ વિભાગના નિષ્ણાતોની  િસદ્ધિ #kachchh #Geology #Farming #Research #earth and science ભુજ : વિશ્વના સૌથી વધુ વંચાતા એવા સાયન્ટીફિક રિપોર્ટ નામના જર્નલમાં કચ્છના ભૂસ્તરશાસ્ત્રીઓનું ખેતી વિષયક પેપર લેખ સ્વરૂપે પસંદ થયું છે અને તેને ઓનલાઈન પબ્લિસ પણ કરવામાં આવ્યું છે . નેચર નામના પ્રકાશક ગૃહ દ્વારા પ્રકાશિત કરાતાં આવા સંશોધનપત્રમાં સ્થાન પામવું એ ગૌરવરૂપ માનવામાં આવે છે . કારણ કે , ગુજરાતમાંથી માંડ ત્રણેક રિસર્ચ પેપર પ્રકાશિત કરાયા છે અને તેવામાં કચ્છના ભૂનિષ્ણાતોનું સજીવ ખેતીને પ્રોત્સાહન આપતું પેપર પસંદ થયા બાદ તાજેતરમાં પ્રકાશિત કરાયું છે . ગેમ ચેંજિંગ રોલ અંતર્ગત કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ સાયન્સ વિભાગના સીમા શર્મા , જી . એ . તીવાકરણ અને મહેશ ઠક્કર દ્વારા આ રિસર્ચ પેપર ૨૪ જૂન , ૨૦૨૦માં મૂકવામાં આવ્યું હતું જે ૧૩ એપ્રિલ , ૨૦૨૧ના સ્વીકારવામાં આવ્યું હતું અને ૩ મે , ૨૦૨૧ના ઓનલાઈન પબ્લિસ કરવામાં આવ્યું છે . કચ્છ યુનિવર્સિટીના...

આ જ છે ભારતનું વસુધૈવ કુટુમ્બકમ : જન્મારાનોય સંબંધ નથી તેવા દેહના કુટુંબીની જેમ અંતિમ સંસ્કાર

Image
  ભુજના ખારી નદી સ્મશાનગૃહમાં માનવજાતનો સંબંધ નિભાવી મોતનો મલાજો જાળવે છે 'સ્વયં' સેવકો આરએસએસના સેવકોએ ૧૫મી એપ્રિલથી ભૂતનાથના સાંનિધ્યમાં સંખ્યાબંધ કોરોનાગ્રસ્તને કર્યા પંચમહાભૂતમાં વિલીન #KACHCHH #KHARI NADI #RSS #VASUDHAIV KUTUMBAKAM #BHUJ #COVID  ભુજ : (સંદેશ તા. 12 મે 2021) કોરોનાકાળમાં 'ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે' આ ઉક્તિ સાચી પડી રહી છે અને તેના કારણે લોકો વિચલિત તો જરૂર બની રહ્યા છે, પણ આ દરમિયાન કોઈનાય કુટુંબ પર થતા વજ્રઘાતને ખમવાની અંતિમ સ્થિતિમાં એટલે કે અંતિમ સંસ્કારમાં કોરોનાગ્રસ્ત મૃતકના આત્માને શાતા મળે તેવી અવિરત સેવા આરએસએસના સેવકોએ 'સ્વયં' ઉપાડી લીધી છે અને ખારી નદીના પટનો સંઘ જાણે ગંગા કે ભાગીરથીના કિનારે પહોંચ્યો હોય તેમ મૃત શરીરોને પંચમહાભૂતમાં વિલીન કરવાની પવિત્ર ફરજ બજાવવામાં આવી રહી છે. ૧૫મી એપ્રિલથી ભૂતનાથ મહાદેવ પરિસરના સાંનિધ્યમાં આ સેવકો પણ ચિતાઓ સામે તપ કરી રહ્યા છે. હિન્દુસ્તાન કહો કે ભારતમાં વસુધૈવ કુટુમ્બકમની ભાવનાની આનાથી વિશેષ સાબિતી કદાચ મળવી મુશ્કેલ હશે એમ કહેવું કદાચ ઉચિત રહેશે. કારણ કે, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ...

ભૂકંપે અચાનક લોકોના પ્રાણ હર્યા અને કોરોનાએ પ્રાણ-વાયુ વિના

કચ્છીઓ અને બૃહદ કચ્છીઓ આફત અને અવસરની વ્યાખ્યા સારી રીતે જાણે છે પણ બિમારીમાં ભરોસો ભારે પડયો 2001 નો ધરતીકંપ અમુક સેકન્ડ પૂરતો હતો , અમુક સમય પાછોતરી અસર હતી જ્યારે કોરોના મહામારીના વાયરામાં સાવચેતીનો અને આરોગ્ય સુરક્ષાનો સમય મળ્યો પણ આપણે ચૂકી ગયા #CORONA #EARTHQUACK #KACHCHH #OXYGEN ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ , કચ્છ અને બૃહદ કચ્છીઓના માનસપટ પર અંકિત થઈ ગયેલો દિવસ છે . આ કુદરતી આફત વૈશ્વિક સ્તરે ભૂલાવાની નથી અને કચ્છની ઓળખ જ ભૂકંપીય જિલ્લા તરીકે થઈ ચૂકી છે ત્યારે કોરોનાએ બે દાયકા પહેલાની મહામારીનો ઉંડો આઘાત યેનકેન પ્રકારેણ માનસપટ પર લાવી દીધો છે . ભૂતકાળને યાદ કરીને દુઃખી ન થવું જોઈએ તેમ મનોવિજ્ઞાનીઓ અને મોટિવેશનલ સ્પીકર્સ કહેતા હોય છે . પણ , કચ્છના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો , આપત્તિ અને અવસરની રાજકીય નહીં પણ વાસ્તવિક વ્યાખ્યા સમજતા કચ્છી માડુને ફિનિક્સ પંખીની માફક ઉભા થવાની ટેવ છે . ભૂકંપ બાદ કલ્પનાતીત વિકાસ સંભવ બન્યો પણ ૧૮ હજારથી વધુ લોકોનો  કુદરતે ભોગ લીધો . કોરોના પણ આપત્તિ સમાન જ આવ્યો છે પણ તેમાં બચી શકાય તેવા સંયોગો માનવ પાસે હતા . ધરતીકંપ અચાનક આવેલી આફત હતી પણ કોરોના આ...

આ જ છે ભારતીય સંસ્કૃતિનો ખરો વિવેક

સામાન્ય દિવસોમાં સવારે 7 વાગ્યાના અરસામાં ભુજના જ્યુબિલી સર્કલ પાસે કે ગાયત્રી મંદિર નજીકના સ્મૃતિ મંદિર રોડ પર રોજનું કમાઇને રોજનું ખાનારા લોકો કામની શોધમાં મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે. રોજનાો મૂલ મળે કે રોજ ચઢે તેના માટે કારીગરની આવડત મુજબ છકડો રીક્ષામાં તેના પેટા ઠેકેદાર કામદારોને લઇ જતા હોય છે. સાંજે આવીને ઝુંપડાનો કે ખુલ્લામાં દેખાય તેવા કાચા પાકા ઘરનો ચુલો બળતો હોય અને ઓછામાં ઓછા 8થી 12 લોકો જમવાની તૈયારી કરતા હોય. હાલમાં તો તમામ કામો ચાલુ નથી, જે છે ત્યાં રોજ મળે કે ન મળે તે પણ રોજ સવારે નક્કી થતું હોય છે. ટૂંકમાં રોજનું કમાવાનું નક્કી ન હોય તેમ ખાવાનું બનવાનું પણ નક્કી ન હોય. આવી સ્થિતિમાં પણ આ મજૂર વર્ગના પરિવારે ભારતીય સંસ્કૃતિના વિવેકની સાબિતી આપીને સંસ્કૃતિના સંસ્કારો જીવંત રાખ્યાનો અનુભવ થયો છે.   બન્યું એવું કે એક પારિવારિક પ્રસંગમાં છોલે પુરીનું જમણ હતું અને છોલે ઘણા વધ્યા એટલે બાકી રહેલો છોલેનો ચોખ્ખો જ્થ્થો શ્રમજીવી પરિવારના ઝૂંપડે આપવાનું નક્કી થયું. ડબો ભરીને શ્રમજીવી પરિવારના કપડાંથી બાંધેલા ખુલ્લા `ઘર'ની બહાર પહોંચ્યા ત્યારે પરિવારના પુરુષનો પહેલો...