Posts

Showing posts from June, 2017

શું એ વન ગ્રેડ ખરેખર એ વન સાબિત થાય છે ?

રાજ્ય શિક્ષણ બોર્ડ અને સીબીએસઇ વચ્ચેની હુંસાતુંસીમાં બાળકનું સાચું મૂલ્યાંકન છેક ધોરણ 10ના પરિણામ બાદ વાલીઓને જાણવા મળે છે, ત્યારે સમય બહુ નીકળી ગયો હોય છે : વિદ્યા રથીની સફળતાનું માર્કેટિંગ હોર્ડિંગ્સથી માંડીને પ્રચાર માધ્યમોનો ઉપયોગ કરીને શાળા અને ટ્યુશન ક્લાસ બંને કરતાં હોય છે ત્યારે છાત્રની સરસ્વતિ સાધનાનો પુરસ્કાર તેની ફી માફીથી માંડીને સારી શિષ્યવૃતિ પુરી પાડવા સુધી આપી શકાય.  વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ જરૂરી છે નહીં કે વ્યવસાય કેન્દ્રિત : ગણિત - વિજ્ઞાન અને અન્ય વિષયોની તુલનામાં જ્યારે અમુક શાળાઅો પરિણામ કરતાં વિઝનલક્ષી વર્કિંગ કરે ત્યારે ધોરણ 11માં પરિણામપત્રકના મેરિટ મુજબ પ્રવેશ અટકે તો  હોંશિયાર બાળકોના વાલીઓને અચંબામાં પડી જાય છે.   ભાવિન વોરા (તા : 11 જુન 2017) પરિણામ આવી ગયું, સારું આવ્યું. સંતાન કેન્દ્રિય બોર્ડમાં એ વન ગ્રેડમાં એટલે કે 10 આઉટ ઓફ 10 સીજીપીએ રેન્ક લાવ્યું છે.  હવે સારું મેરિટ લાવવા માટે રાજ્યના શિક્ષણ બોર્ડમાં મૂકશું એટલે બાકીની શૈક્ષણિક કારકિર્દીને બળ મળશે અને શિક્ષણ બોર્ડમાં પણ અવ્વલ થવાની તક જળવાઇ રહેશે. બસ્સ, આવી જ માન્યતાઓ વચ્ચે ...

અથ શ્રી નર્મદા કથા....

સિંચાઇના વહેતા પાણી બનશે કાયમી કાચુ સોનુ: 2010થી 17 સુધીની પાણીયાત્રા કચ્છમાં આજીવન ખળખળ વહેશે : દલ દલનો પર્યાય બનશે જલ જલ : અમરકંટકમાંથી આવતી નર્મદામૈયા જગતના તાતને ઉછેરશે ભાવિન વોરા (તા : 22 મે 2017) ટેમ્સ નદી પર જેમ લંડન વસ્યું છે તેમ નર્મદાની કેનાલ અને પાઇપલાઇનના સિંચાઇ કે પીવાના પાણી પર કચ્છ જીવવાનું છે. દાયકાઓ નહીં સદીઓ નર્મદાના પવિત્ર જળથી પસાર થવાના છે. ઉત્તરાખંડમાં અલકનંદા, મંદાકિની અને ગંગોત્રીથી હરિદ્વાર સુધી પહોંચેલી ગંગા નદીનું સ્થાન પવિત્રતાનો પર્યાય છે તેમ નર્મદા પણ પણ ગંગા પછી દેશમાં બીજા નંબરની બારમાસી નદી છે અને કચ્છ જેવા પ્રદેશો માટે તો જીવન પર્યાયસમી બની છે. વિશાળ ભૂભાગ ધરાવતા અને કુદરતી સંપદાઓના વૈવિધ્યસમા આપણા સરહદી જિલ્લાને જો કંઇ કાયમી ઓછપ હોય તો એ માત્ર ને માત્ર પાણી છે. નંદનવન હૈયા ધરવતા કચ્છને 2010 પછી સિંચાઇ માટે પાણીની યોજનાઓએ ભૂમિને પુલકિત કરી છે અને તેનો કોઇ ઇતિ નહીં હોય એટલે કે નર્મદાની કથા કાયમ રહેશે તેનો અંત આવવાનો નથી. કચ્છના પાણીના કાયમી સ્રોત નથી એટલે નર્મદાના પાણી પણ વ્યક્તિની જેમ સવાયા કચ્છી અને કદાચ તેનાથી આગવું સ્થાન લેશે. એક તરફ પશ્ચિમી સાગર...

પ્રાથમિક સુવિધાઓની અમલવારી વધે એ ખરું પંચાયતીરાજ

ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના સમયમાં સમરસતા અને પક્ષપક્ષી વચ્ચે સાચો લોકપ્રતિનિધિ દબાઇ જાય છે : સુરાજ્ય અને સ્વરાજ્યની કલ્પના સાકાર કરવી હશે તો ગામડાંની દરકાર લેવી પડશે પંચ પરમેશ્વર અે ઉક્તિ આજીવન છે અને જ્યારથી પંચાયતી રાજ અમલમાં આવ્યું ત્યારથી પંચાયતની માળખાકિય કે વહીવટી વ્યવસ્થામાં પંચ જે કરે તે ન્યાયિક માનવામાં અાવતું રહ્યું છે. પંચાયતી રાજનો પાયો ગ્રામ સ્વરાજ છે અને ગ્રામ સ્વરાજ્યનું સપનું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સાકાર કરતું બતાવ્યું હતું. બાપુઅે એવું ગણતંત્ર ઇચ્છ્યું હતું કે સ્વતંત્ર ઇચ્છાઓનું લોકો માટે વિશાળ ફલક કે જેમાં  તેમની સુખાકારી હોય. ગ્રામ સુખાકારી માટે કચ્છની તાલુકાથી માંડીને ગ્રામ પંચાયતનોી ચૂંટણીઓ નજીકના ભવિષ્યમાં ગઇ છે ત્યારે તેના ફલિતાર્થો આપણે એટલા માટે વિચારવા જોઇએ કે આગામી સમય મોટી ચૂંટણીઓનો હશે અને તેમાં વાયદા વચનોની ભરમાર હોય ત્યારે અદનો માનવી ક્યાં અને છેવાડાની સુખાકારીને કેટલો ફાયદો થઇ શકે તે વિચારવાનો સમય આવશે. ખરાઅર્થમાં પંચાયતી રાજનો અનુભવ ત્યારે થશે કે ગ્રામ સ્તરે પ્રાથમિક સુવિધાઓની બૂમરાણ બંધ થાય અને સરકારી યોજનાઓની અમલવારીની જાહેરાત કરતાં તેનું પ્...