કચ્છની કૂટનીતિ 2017 : કચ્છ માટે તો વિકાસ લોલીપોપ છે : પક્ષ કે વિપક્ષ બંનેને જાણે ફાયદો
બરાબરનો સમય આવી ગયો છે, નેતાઓને અને સત્તાધારીઓને ત્રાજવે તોળવાનો, આપણે એટલે કે મતદાતાઓએ પોતાના પર ન્યાય કરવાનો છે. ગત પાંચ વર્ષની વાતો, મોટી ગુલબાંગો કે પછી વાયદા વચનોને જરાક પણ યાદ કરી લઇને એ છ સેકન્ડમાં જે મત આપણે જોઇ શકવાના છીએ તે કોને આપવો તેમ વિચારવાનું છે. પૂરતો સમય છે કારણ કે હજુ ઉમેદવારો જાહેર નથી થયા, કેવા થાય છે એ પણ કચ્છ માટે એક કોયડો બની રહેવાનો છે. ગુજરાત વિધાનસભાની આવી પહોંચેલી ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં કચ્છના મતદારોને તેમના લોકપપ્રતિનિધિ ચૂંટવાની તક છે ત્યારે માહોલ મુજબ દરેક પક્ષોએ પોતાની કૂટનીતિ અમલી બનાવી છે અને તે મુજબ આગળ વધવું પડશે. કારણ કે કચ્છમાં આ વખતે કંઇક નવા કે વિચિત્ર પરિણામો આવી શકે તેમ કહેવું ખોટું નથી. છ બેઠકના રાજકીય વિશ્લેષણ માટે આ ડિજીટલ માધ્યમથી કચ્છની કૂટનીતિ 2017ની વાતો તબક્કાવાર કરીશું જેનો આ પ્રથમ ભાગ છે. કચ્છનું રાજકારણ 1990ના દાયકા બાદ ભગંવું રાજકારણ બની ગયું છે. કોઇ પણને સત્તાધારી પક્ષ તક આપે તો ધારાસભામાં આસાનીથી પહોંચી શકે. પણ, આ વખતે એવું બનશે કે કેમ તે સવાલ છે. જિલ્લાની છ બેઠકમાંથી પાંચ બેઠક પર કમળ ખિલેલું છે પણ તેની પાંખ...