Posts

બ્લેક આઉટ

 7મી મે 2025ના બ્લેક આઉટનું રીહર્સલ થશે પણ કચ્છના લોકોએ ચાલુ યુદ્ધમાં બ્લેક આઉટ અનુભવ્યું છે  - ભાવિન વોરા👇 ૧૯૬૫માં યુદ્ધ કચ્છની સરહદે થયું, નૈતિક યોદ્ધા નાગરિકો બન્યા : તા. ૨ ઓગસ્ટ ૨૦૧૬ના પ્રકાશિત લેખના મુખ્ય અંશો  👇 1. કચ્છમાં સરહદ અને આસપાસ રહેતા લોકો ચા-નાસ્તો, પાણીની સગવડ ઊભી કરી આપતા 2. જે લોકો નાગરિક સંરક્ષણમાં તૈયાર થવા ઇચ્છતા તેઓ ખાવડા વિસ્તારની હવાઈ પટ્ટીની સુરક્ષામાં પણ જોડાયા હતા 3. રાત્રે બ્લેક આઉટ હોય કે તે સમયના નવે નવ તાલુકાના આરોગ્ય મથકો હોય ત્યાં સામાન્ય નાગરિકોની મદદ મળી હતી 👇 ઉરીમાં ભારત માટે કમનસીબ ઘટના બની ત્યારે દુશ્મન દેશ પાકિસ્તાન સામે સમગ્ર દેશમાં એક સાથે ભારે ફિટકાર ઊભો થયો. તો 28મી સપ્ટેમ્બર 2016ની ભાંગતી રાત્રે ભારતીય સેનાએ પાક કબજાગ્રસ્ત કાશ્મીરમાં ઘૂસીને આતંકવાદી કેમ્પ ભાંગી નાખ્યા ત્યારે દેશવાસીઓમાં ગર્વભેર ગરમ રક્ત શરીરમાં વહેતું થઈ ગયું હતું. વર્તમાનમાં માત્ર ટીકા ટિપ્પણી કે સરકારની વધુ પડતી ખુશામત કરવા કરતાં દેશના નાગરિક તરીકેની ફરજ આવી કટોકટીની સ્થિતિમાં નહીં તેના સિવાય પણ બજાવી શકાય છે. માત્ર નાગરિક સૈનિક તરીકે સામેલ થવાનું રહે છે જ...
સિંધુ હોય કે નર્મદા : કરાર અને ફાળવણીના અન્યાયનો ભોગ કચ્છ બન્યું છે  👇 પહેલગામમાં પાકિસ્તાનના નાપાક કારસ્તાન બાદ ભારત સરકારના સિંધુ જળ રોકવાના પગલાં વચ્ચે તા. 27 ડિસેમ્બર 2020નો મારો સંદર્ભ લેખ  👇 28 ડિસેમ્બર 1960ના ભારત પાક સિંધુ કરારમાં ઇન્ડસ બેઝિનના પાણી ગયાં અને 1979ના નર્મદા ટ્રિબ્યુનલની ફાળવણી બાદ કચ્છને ભારે પાણી કાપ સહન કરવો પડ્યો 👇 પાણીની સતત કમી વચ્ચે જીવતા દુનિયાના કોઇ દેશ જેટલો વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લાને ફાળવાયેલા પાણી અને મળેલા પાણીમાં કોઇને કોઇ કરાર કે ટ્રીબ્યુનલના નિયમોના આધારે અન્યાય થતો હોવાનું ચિત્ર ઉપસતું આવ્યું છે. ઇન્ડસ બેઝિન એટલે સિંધુના પાણીનો મુદ્દો સ્વાતંત્રય અને રાજાશાહી કાળનો છે જ્યારે કચ્છને નર્મદાના નિયમિત અને વધારાના પાણીનો મુદ્દો 1980ની સરકારો બાદ વધારે ચગતો આવ્યો છે. કચ્છ ઇન્ડસ બેઝિનનો ભાગ છે એમ કચ્છના અભ્યાસુ એવા લોકપ્રતિનિધિ રહેલા મહેશભાઇ ઠક્કરે તેમના સિંધુના પાણી અને કચ્છમાં વિવિધ દસ્તાવેજી આધારો સાથે નોંધ્યું છે. 19મી સદીની આ નદી કચ્છમાંથી વહેતી હતી. કચ્છની સંસ્કૃતિ એ સિંધુ સંસ્કૃતિના આધારે સ્થાપિત થઇ હતી. ઋગવેદ અને મહાભારતમાં પણ આ નદીન...
Image
રણના રાજા સાથે રણમાં રેયાણ ધોરડોને મોડેલ વિલેજ બનાવનારા મિંયાહુસેન ગુલબેગ બન્યા કચ્છના પ્રવાસનના એમ્બેસેડર   ભાવિન વોરા. ભુજ  તા : 27 સપ્ટેમ્બર 2023 (વિશ્વ પ્રવાસન દિવસ)  આંખોમાં સૂરમો, પરંપરાગત ફેંટો, ભાતીગળ પહેરવેશ અને આત્મવિશ્વાસની છાલકભરી ચાલ સાથેનું અલાયદું રર્બન (રુરલ અને અર્બન) વ્યક્તિત્વ ધરાવતા મિયાંહુસેન ગુલબેગ એટલે કચ્છના રણ પ્રવાસનના એમ્બેસેડર. આ રણના રાજા સાથે તાજેતરમાં સફેદ રણની વચાળે રેયાણ કરી ત્યારે અદનો આદમી કચ્છને રોકેટ ગતિએ દુનિયાના નકશામાં ચમકાવી શકે છે એ ખારાપાટમાં તરી આવ્યું. તેમના સંસ્મરણો મુજબ ૪૦ વર્ષ પહેલાં જ્યારે નરેન્દ્ર મોદી અહીં આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, રણથી ડરવાનું નથી, તેને દુનિયાના નકશામાં મુકવાનું છે. આ બાબત સમયાંતરે સાચી પડી છે.  ચલચિત્રોના સદીના મહાનાયક અમિતાભ બચ્ચને ગુજરાત પ્રવાસન વિભાગ સાથે કચ્છને રૂપેરી પડદા ઉપર જાહેરાતના માધ્યમથી ટુરિઝમ એમ્બેસેડરની ભૂમિકા ભજવી અને ‘કચ્છ નહીં દેખા, તો કુછ નહીં દેખા’ આ વાક્ય લોકોના હોઠો ઉપર રમતું કરી દીધું છે. પણ, મિયાંહુસેન તો સરહદી રણ પ્રવાસનના સંવર્ધક સાબિત થયા અને તેમની વિઝનર...
  કચ્છને નર્મદાના વધારાના ૧ મિલીયન એકર ફિટ પાણીની કામગીરી ૨૦૨૫ સુધી પૂર્ણ થશે   જિલ્લાની ૧.૭૨ લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે: ભૂપેન્દ્ર પટેલ સરકારે દોઢ વર્ષમાં આપી બીજી વહીવટી મંજૂરી :  કચ્છના પાણીકારણ માટે રાહત આપતી જાહેરાત   ભુજ : રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કચ્છમાં નર્મદાના વધારાના એક મિલિયન એકર ફીટ પાણીના સધર્ન અને નોર્ધન લિંક કેનાલના કામો માટે રૂપિયા રૂ.૨,૩૦૪.૯૨ કરોડની વહીવટી મંજૂરી આપી છે. દરમિયાન જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું છે કે, કચ્છને નર્મદાનું વધારાનું ૧ મિલીયન એકર ફિટ પાણી વર્ષ ૨૦૨૫ સુધીમાં આપવાની કામગીરી પૂર્ણ થશે. તેના લીધે અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, અને રાપરના ૧૩૦ જેટલા ગામોના અંદાજે ૧.૭૨ લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળતો થશે. જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જળ સંપત્તિ વિભાગ દ્વારા અગ્રીમતાના ધોરણે આ કામો હાથ ધરાશે. તબક્કા-૧ ના કામો માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે અને કામગીરી પ્ર...

રાજકીય પક્ષો શિસ્ત શબ્દને અભડાવે છે

#Kachchh #Politics #Bjp  #Congress #Kachchh Politics - ભાવિન વોરા, 310721  શિસ્ત આ શબ્દને હવે રાજકારણની જાહેર ડીક્સનેરીમાંથી ચોક્કસ હટાવી લેવો જોઇએ. કારણ કે રાજકીય આચારની વ્યાખ્યામાં હવે વ્યાભિચાર, ભ્રષ્ટાચાર, છાકટાપણુ અને ટાંટિયાખેંચના પાઠ ભણાવવામાં આવી રહ્યા હોય તેમ ચિત્ર સામે આવી રહ્યું છે. આઝાદીકાળમાં લોકસુવિધાઓ અને દેશવાસીઓ માટે રાજકીય લડત થતી, હુંસાતુંસી થતી હતી અને લોકો પણ રાજકારણને સમજીને તેમના મન મુજબ નેતાઓને ટેકો આપતા હતા. છેલ્લા દાયકાનું રાજકારણ રમણભ્રમણ થઇ ચૂક્યું છે. કચ્છના પરિપ્રેક્ષ્યની વાત કરીએ તો કાંડ અને સત્તાધારીઓ જાણે એકબીજાના પર્યાય હોય તેવો માહોલ છે અને તેમાં પુરાવાઓ પણ મળતા રહ્યા છે. રાજકીય માનસિકતા હવે જર, જમીન અને જોરૂ,  ત્રણેય કજિયાના છોરું નહીં પણ કમાવાના છોરુમાં પરિવર્તિત થઇ ચૂકી છે. ભ્રષ્ટાચાર નામનો જર, ખાણ ખનિજમાં લીઝ અંકે કરવી અને છોરૂમાં પોતાના સંતાનો ઉપરાંત મળતિયાઓને સેટ કરવા એ નવી વ્યાખ્યા બાંધી શકાય છે. મિત્ર, વર્તુળ કે સ્નેહીઓ અથવા વહીવટ કરી શકે તેવા લોકોને સાચવી રાખવાના રાજકારણમાં સત્તાધિશો પોતે તો ફૂલ્યાફાલ્યા છે પણ તેમના વર્તુળના લ...
Image
170621 હજારો   વર્ષ   પહેલાં   ચાર   નદી   સુકાઈ   અને   અને   દરિયાઈ   ભૂતળ   સાથે   આકાર   લીધો   બન્નીએ #Kachchh #Banni #NGT #Grasslands #Dhordo ભુજ :  નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ચુકાદાથી એશિયાના સૌથી મોટા ઘાસના મેદાનોની ઓળખ ધરાવતો કચ્છનો બન્ની પ્રદેશ લાઈમલાઈટમાં આવ્યો છે અને તંત્રથી માંડીને માલધારી સંગઠન , સ્વૈચ્છિક સંસ્થાઓ પણ બન્નીની ક્ષેત્રિય મુલાકાતો કરીને તેમના કથિત યોગદાન માટે આગળ આવી છે . જોવાનું એ છે કે જો રાજ્ય સરકાર , કચ્છનું જિલ્લા પ્રશાસન અને વનવિભાગનું યોગ્ય સંકલન રહેશે તો ૬ માસમાં બન્નીના વાડાઓના દબાણો દૂર થશે . પણ બન્નીની ઓળખ સાચવવા માટે વર્તમાન સમયમાં આ જમીનનું નવસાધ્યીકરણ અનિવાર્ય હોવાનું ભૂતકાળના સંશોધનો કહી રહ્યા છે . ભૂકંપ ઝોન પાંચ આવતા કચ્છ જિલ્લાને આકાશી ઉપરાંત ભૂમિગત આંચકારૂપી આફતે પણ ભારે નુકસાન પહોંચાડયું જ છે તેમાં હજ્જારો વર્ષ પહેલાં આ પ્રદેશમાં વહેતી નદીઓ ક્રમકાળે સુકાઈ જતાં અથવા વહેણ ...