ચૂંટણી 2014 ; કચ્છ પ્રથમ નંબરની બેઠક ; ઉમેદવારો બહારના ; નોટાની પસંદગીની અમૂલ્ય તક
વિધાનસભા હોય ક લોકસભા કચ્છ ની સીટ નો અનુક્રમ પ્રથમ નંબરે આવે છે આનું કારણ એ છે કે લોકસભા માં ગુજરાત ની 26 સીટ પૈકી આપણાં જિલ્લા ની બેઠ્ક અને વિધાનસભા માં અબડાસા ની બેઠક નો પ્રથમ નંબર છે. કચ્છ માં ભલે એક હત્થું શાસન રહેતું હોય પણ પક્ષ ના નામે ઉમેદવાર તરી જાય છે એવું છેલ્લી બે ધારાસભાની ચુંટણી માં દેખાઈ આવ્યું છે. ખમીરવંતી ગણાતી આ જીલ્લાની પ્રજા પર જયારે બારાતુ એટલે કે આયાતી ઉમેદવાર ને ઠોકી બેસાડવા માં આવે ત્યારે લોકશાહી માં ટોળાશાહી ની જેમ મતદારો પોતાની પવિત્ર ફરજ અદા કરી આવે છે. આપણો જિલ્લો રાજ્ય ના વિકાસ નું એંજિન ચોક્કસ બન્યો પરંતુ રાજકીય પક્ષો કચ્છીઓ ના ઓવર કોન્ફિડેન્સ નો લાભ ઉઠાવી રહ્યા છે. 2014ની લોકસભા માં કોંગ્રેસ ને અહી એકેય વીરલો ના દેખાયો કે જે સત્તા પક્ષ ને લડત આપી શકે. સંસદ સુધી પહોચવાની બાબત તો દૂરની વાત પરંતુ અહીના સ્થાનિક જણ ને દાવેદારી ની તક ન આપી. કચ્છ સાથે મોરબી જોડાયું એ વહીવટી પ્રક્રિયા છે પરંતુ એનો અર્થ આવો ના થયો કે બે ના ઝઘડા માં ત્રીજું કોઈ લાભ લઇ જાય. ભાજપ હોય કે કોંગ્રેસ બંને એ બારાતુ ઓ ને જ ઉમેદવારી ની તક આપી છે. કોંગ્રેસે લોકસ...