Posts

Showing posts from April, 2021

આમ પણ કોરોના રોકી શકાય

Image
 

સરકાર અને કચ્છનું તંત્ર ઉંઘતા ઝડપાયા જેવો ઘાટ

Image
 

21મી સદીમાં કચ્છ : પાણી, પ્રવાસન અને ઉદ્યોગીકરણ, પુસ્તક પ્રતિભાવ 1

Image
21મી સદીમાં કચ્છ : પાણી, પ્રવાસન અને ઉદ્યોગીકરણ પુસ્તકના પ્રતિભાવો વાચકો દ્વારા મળવાના શરૂ થયા છે.   જે તબક્કાવાર અહીં રજૂ કરવામાં આવશે.  1.   ભાતીગળ ભોમકાનો ભલીભાંતિ ભેરપો   ભાવિનભાઈ વોરા તરફ હંમેશા આદરની લાગણી રહી છે. કચ્છમિત્રથી પત્રકારત્વનો પ્રારંભ કરનાર ભાવિનભાઈએ સાંપ્રત સમયના કચ્છનું દર્પણ પેશ કર્યું છે ' ૨૧મી સદીમાં કચ્છ : પાણી, પ્રવાસન અને ઉદ્યોગીકરણ'  પુસ્તકમાં. પત્રકારત્વમાં એમ. ફિલ. કરનાર ભાવિનભાઈ વતનપ્રેમમાં કલમને ઝબોડી કચ્છની સમસ્યાને, કચ્છની વિશેષતા આલેખે છે, ભાવિ દિશાદર્શન કરાવે છે અને તે પૂરી સજ્જતા અને અભ્યાસ સાથે ! ચાર વિભાગમાં ૧૨૭ પ્રકરણોમાં ૩૨૮ પૃષ્ઠો પર વિસ્તરેલા આ પુસ્તકમાં એમણે કચ્છના વર્તમાન મુદ્દાને પકડી તેને પૂરી નિસબત અને નિયતથી ન્યાય આપ્યો છે. કચ્છની પીડાને વાચા આપવામાં ક્યાંયે પાછીપાની કરી નથી તો અલબેલા કચ્છને પોંખવામાં એમની કલમ હરખભેર ઝૂમી ઊઠી છે. બે દાયકાના દસ્તાવેજીકરણના સ્તુત્ય કાર્યને આપણે વધાવીએ.      ભાવિનભાઈને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના સાથે અશેષ અભિનંદન !!  *સંજય પી ઠાકર* અભ્યાસુ અને લેખક ભુજ 2...

નર્મદા મામલે પૂર્વ રાજ્યમંત્રી સરકાર સુધી છેડા જોડે છે પણ કરંટ લાગશે?

✍️ ભાવિન વોરા, તા. 07 એપ્રિલ 2021 અગાઉ જયારે દેશમાં ચૂંટણી આવે ત્યારે રામ મંદિરનો મુદ્દો ગાજતો હતો,  તેનું પરિણામ આવી ગયું એટલે આ મુદ્દા પર પૂર્ણવિરામ આવી ગયું કહેવાય.  આવું જ કંઈક કચ્છ સાથેનું છે,  લોકોની લાગણીના તાર ઝંઝણાવા હોય તો નર્મદાના પાણીની વાત ઉલ્લેખી નાખવાની એટલે રાજકીય રીતે સમાજકારણ પણ ચાલતું રહે.  2019 અને 2020 કચ્છની નર્મદાની મુખ્ય શાખા નહેર અને એક મિલિયન એકર ફિટ પાણી માટે ચર્ચામાં રહ્યા હતા.  કિસાનો,  જળ સંકટ સમિતિ,  જેમના વિસ્તારમાંથી નહેર પસાર થાય છે અથવા ખાસ કરીને  સિંચાઈ તથા પીવાના પાણીથી લાભાન્વિત થવાના છે તેવા ખેડૂતો અને ગ્રામજનો અને કેટલાક અંશે સત્તા અને વિરોધ પક્ષના લોકો પણ તરફેણ અને વિરોધના મેદાનમાં આવ્યા છે.  પાશેરમાં પુણિ સમાન કંઈક થાય છે એમ નોંધવું રહ્યું પણ સટીક અને સોય ઝાટકીને લખીએ  તો નર્મદાના સિંચાઈના  નિયમિત નીર મામલે એક દાયકો અને વધારાના એક મિલિયન પાણી મામલે અનિશ્ચિતતા ભરેલી છે,  કચ્છી કે બૃહદ કચ્છી તરીકે આપણે એવું ન ઈચ્છીએ કે આ વધારાના પાણીનો હક જતો રહે પણ દાનત સામે શંકા ચોક્કસ ઉભી થઇ છે.  ...