21મી સદીમાં કચ્છ : પાણી, પ્રવાસન અને ઉદ્યોગીકરણ, પુસ્તક પ્રતિભાવ 1
21મી સદીમાં કચ્છ : પાણી, પ્રવાસન અને ઉદ્યોગીકરણ પુસ્તકના પ્રતિભાવો વાચકો દ્વારા મળવાના શરૂ થયા છે. જે તબક્કાવાર અહીં રજૂ કરવામાં આવશે. 1. ભાતીગળ ભોમકાનો ભલીભાંતિ ભેરપો ભાવિનભાઈ વોરા તરફ હંમેશા આદરની લાગણી રહી છે. કચ્છમિત્રથી પત્રકારત્વનો પ્રારંભ કરનાર ભાવિનભાઈએ સાંપ્રત સમયના કચ્છનું દર્પણ પેશ કર્યું છે ' ૨૧મી સદીમાં કચ્છ : પાણી, પ્રવાસન અને ઉદ્યોગીકરણ' પુસ્તકમાં. પત્રકારત્વમાં એમ. ફિલ. કરનાર ભાવિનભાઈ વતનપ્રેમમાં કલમને ઝબોડી કચ્છની સમસ્યાને, કચ્છની વિશેષતા આલેખે છે, ભાવિ દિશાદર્શન કરાવે છે અને તે પૂરી સજ્જતા અને અભ્યાસ સાથે ! ચાર વિભાગમાં ૧૨૭ પ્રકરણોમાં ૩૨૮ પૃષ્ઠો પર વિસ્તરેલા આ પુસ્તકમાં એમણે કચ્છના વર્તમાન મુદ્દાને પકડી તેને પૂરી નિસબત અને નિયતથી ન્યાય આપ્યો છે. કચ્છની પીડાને વાચા આપવામાં ક્યાંયે પાછીપાની કરી નથી તો અલબેલા કચ્છને પોંખવામાં એમની કલમ હરખભેર ઝૂમી ઊઠી છે. બે દાયકાના દસ્તાવેજીકરણના સ્તુત્ય કાર્યને આપણે વધાવીએ. ભાવિનભાઈને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના સાથે અશેષ અભિનંદન !! *સંજય પી ઠાકર* અભ્યાસુ અને લેખક ભુજ 2...


Comments
Post a Comment