બ્લેક આઉટ
7મી મે 2025ના બ્લેક આઉટનું રીહર્સલ થશે પણ કચ્છના લોકોએ ચાલુ યુદ્ધમાં બ્લેક આઉટ અનુભવ્યું છે - ભાવિન વોરા👇 ૧૯૬૫માં યુદ્ધ કચ્છની સરહદે થયું, નૈતિક યોદ્ધા નાગરિકો બન્યા : તા. ૨ ઓગસ્ટ ૨૦૧૬ના પ્રકાશિત લેખના મુખ્ય અંશો 👇 1. કચ્છમાં સરહદ અને આસપાસ રહેતા લોકો ચા-નાસ્તો, પાણીની સગવડ ઊભી કરી આપતા 2. જે લોકો નાગરિક સંરક્ષણમાં તૈયાર થવા ઇચ્છતા તેઓ ખાવડા વિસ્તારની હવાઈ પટ્ટીની સુરક્ષામાં પણ જોડાયા હતા 3. રાત્રે બ્લેક આઉટ હોય કે તે સમયના નવે નવ તાલુકાના આરોગ્ય મથકો હોય ત્યાં સામાન્ય નાગરિકોની મદદ મળી હતી 👇 ઉરીમાં ભારત માટે કમનસીબ ઘટના બની ત્યારે દુશ્મન દેશ પાકિસ્તાન સામે સમગ્ર દેશમાં એક સાથે ભારે ફિટકાર ઊભો થયો. તો 28મી સપ્ટેમ્બર 2016ની ભાંગતી રાત્રે ભારતીય સેનાએ પાક કબજાગ્રસ્ત કાશ્મીરમાં ઘૂસીને આતંકવાદી કેમ્પ ભાંગી નાખ્યા ત્યારે દેશવાસીઓમાં ગર્વભેર ગરમ રક્ત શરીરમાં વહેતું થઈ ગયું હતું. વર્તમાનમાં માત્ર ટીકા ટિપ્પણી કે સરકારની વધુ પડતી ખુશામત કરવા કરતાં દેશના નાગરિક તરીકેની ફરજ આવી કટોકટીની સ્થિતિમાં નહીં તેના સિવાય પણ બજાવી શકાય છે. માત્ર નાગરિક સૈનિક તરીકે સામેલ થવાનું રહે છે જ...