મૈં ગીતા રાની .... શિક્ષકોને સબક શિખવાડતી ફિલ્મ
તા. 21/09/2020 મૈં ગીતા રાની..... આ શબ્દો પડતાંની સાથે જ ઇમ્મેચ્યોર્ડ અને જમાનાના કુલક્ષણોને પચાવી જનારા શિક્ષકો અને તેમની અવકૃપાથી કુછંદે ચઢેલા પ્રાથમિક શાળાના બાળકોમાં સન્નાટો વ્યાપી જાય છે. શિક્ષક કભી સાધારણ નહીં હોતા એ બતાવવા માટે અસાધારાણ છતાં હાલના શિક્ષક સમાજને વાસ્તવિક અને સામાન્ય લાગતી વર્તણૂક કરતા પ્રાથમિક શિક્ષકો કે જેમના પર બાળકોની કારકિર્દિનો પાયો ઘડવાની જવાબદારી છે તેમને સબક શીખવાડવાની સાથે સરકારને દિશાનિર્દેશ આપવાની નુક્તેચીની મૈં ગીતા રાની હિન્દી ફિલ્મમાં જોવા મળી. તમિલ ભાષામાં રાતચસી નામની ફિલ્મ હિન્દીમાં મેડમ ગીતારાનીના નામે ડબ થઇ છે. પ્રાથમિક શિક્ષણની સુધારણા થાય અને મોટાભાગના બાળકો કોઇ મોટો સાથે ભણતા થાય તો નાપાસ અને નબળા કે શિક્ષણની ભાષામાં ઢ ગણાતા વિદ્યાર્થીઓ ધોરણ 9 પાસ કર્યા વિના જો ધોરણ 10ની શિક્ષણ બોર્ડની પરીક્ષા પાસ કરી શકતા હોય તો એ શિક્ષકે અપનાવેલા ભણતરના અભિગમનું જ પરિણામ છે. જે ગીતારાનીએ આચાર્ય તરીકે ફિલ્મમાં સાબિત કરી બતાવ્યું છે. હા, હિરોઇન જ઼્યોથિકા એટલે કે ગીતારાનીના જસ્બાતી નિર્ણયના પગલે નિયમોની વિરુદ્ધ જવાની આ આર્મી ઓફિસર સામે પગલાં ભરાય છ...