મતકારણ : હિંદ સુરાજમાં સ્થાનિક સ્વરાજ્ય
મતકારણ : હિંદ સુરાજમાં સ્થાનિક સ્વરાજ્ય ભાવિન વોરા, 250221 ****************************************** વર્ષો અગાઉ ફેબ્રુઆરીના અંતમાં કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરતી અને અર્થતંત્રને અસરો આવતી હતી. 2021ના ફેબ્રુઆરીના અંતમાં ગુજરાતમાં મતદારોના આંકડાના બજેટનો દાવ સરકારે ઝીલવાનો છે. હિંદ સ્વરાજ્યની સંકલ્પના વચ્ચે સરહદી કચ્છમાં સીમાડાઓને જાગતા રાખવાનો પડકાર છે. ક્રીક એરિયા અને દરિયાઇ સીમામાંથી દુશ્મન દેશના ઘુસણખોરો ઘુસી આવે અને હિન્દુસ્તાનને નુકસાન કરે તેની સજાગતારૂપે પણ સરહદી ગામડાઓને સ્થાનિક સ્વરાજ્યની સુવિધાઓનો ધરવ કરાવીને ગામડાં સાચવવા પડશે અને તેના માટે રાજકીય કયાસો કરતાં અવિરત પ્રયાસો સફળ બનાવીને લોકોને ગ્રામીણ વિસ્તારમાં ટકાવી રાખવા પડશે. બસ, આ ટકાવી રાખવા માટે જ રાજકીય વાદાઓનો નહીં પણ વાસ્તવિક વિકાસ સાચવવો પડશે અને તેનું મૂલ્યાંન 28મીએ પડનારા મતોમાં થવાનું છે. સરહદ સતર્ક તો દેશ મજબૂત એટલે રાષ્ટ્રીયસ્તરનું વિચારીને સ્થાનિક સુખાકારી આપવી રાજકીય પણ ફરજ બનશે. મહાનગરપાલિકાના પરિણામો બાદ ઓવર કોન્ફીડેન્સ અને અન્ડર કોન્ફીડેન્સનો માહોલ ઊભો થઇ ચૂક્યો છે. બંને પક્ષ યથાયોગ્ય મહેનત કરી રહ્યા...