મતકારણ : હિંદ સુરાજમાં સ્થાનિક સ્વરાજ્ય
મતકારણ : હિંદ સુરાજમાં સ્થાનિક સ્વરાજ્ય
ભાવિન વોરા, 250221
******************************************
વર્ષો અગાઉ ફેબ્રુઆરીના અંતમાં કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરતી અને અર્થતંત્રને અસરો આવતી
હતી. 2021ના ફેબ્રુઆરીના અંતમાં ગુજરાતમાં મતદારોના આંકડાના બજેટનો દાવ સરકારે ઝીલવાનો
છે. હિંદ સ્વરાજ્યની સંકલ્પના વચ્ચે સરહદી કચ્છમાં સીમાડાઓને જાગતા રાખવાનો પડકાર છે.
ક્રીક એરિયા અને દરિયાઇ સીમામાંથી દુશ્મન દેશના ઘુસણખોરો ઘુસી આવે અને હિન્દુસ્તાનને
નુકસાન કરે તેની સજાગતારૂપે પણ સરહદી ગામડાઓને સ્થાનિક સ્વરાજ્યની સુવિધાઓનો ધરવ કરાવીને
ગામડાં સાચવવા પડશે અને તેના માટે રાજકીય કયાસો કરતાં અવિરત પ્રયાસો સફળ બનાવીને લોકોને
ગ્રામીણ વિસ્તારમાં ટકાવી રાખવા પડશે. બસ, આ ટકાવી રાખવા માટે જ રાજકીય વાદાઓનો નહીં
પણ વાસ્તવિક વિકાસ સાચવવો પડશે અને તેનું મૂલ્યાંન 28મીએ પડનારા મતોમાં થવાનું છે.
સરહદ સતર્ક તો દેશ મજબૂત એટલે રાષ્ટ્રીયસ્તરનું વિચારીને સ્થાનિક સુખાકારી આપવી રાજકીય
પણ ફરજ બનશે.
મહાનગરપાલિકાના પરિણામો બાદ ઓવર કોન્ફીડેન્સ અને અન્ડર કોન્ફીડેન્સનો માહોલ ઊભો થઇ
ચૂક્યો છે. બંને પક્ષ યથાયોગ્ય મહેનત કરી રહ્યા છે. ક્યાંક વધુ પડતો આત્મ વિશ્વાસ અને
ક્યાંક લઘુતા ગ્રંથીના લીધે રાજકીય પણ મતદારનો મત ફળશે કે વેડફાશે એ માર્ચના પ્રથમ
સપ્તાહમાં નક્કી થઇ જવાનું છે. રાજકીય સમીક્ષા દરમિયાન એક બાબત એ પણ નોંધવા જેવી સામે
આવી કે મહાનગરપાલિકાઓના પરિણામો બાદ નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો કે જિલ્લા પંચાયતોને
સીધી અસર ન પણ થઇ શકે. એના બે કારણો છે :
1. શહેરી અને
ગ્રામીણ વિસ્તારોમાં કામો રાજ્ય અને કેન્દ્રના અનુદાનોમાંથી થતા હોય એટલે આવા કામો
કેટલે અંશે થયા એ મતદાતાઓ વિચારશે કારણ કે યોજનાઓ સતત જાહેર થતી અને ચાલતી પ્રક્રિયા
છે તેમાં લોકોના લાભાલાભ મતના સમીકરણોમાં ફેરવાશે.
2. મત આપ્યા પછી
શું ? જો મત વેડફાય અને તેમના કોઇ પણ પક્ષના નિયત ઉમેદવાર જીતે તો પણ કામો કરાવવામાં
વામણા પડે અથવા બહુમતિના કારણે પણ તેમના વિસ્તારની પ્રાથમિક સુવિધાઓના કામો ન થાય.
તો, મતાંતર કરવું કે વહેતા પાણીમાં તરવાનું ઉચિત સમજવું ?
આવી તરલ સ્થિતિની
અવઢવ મતદારથી માંડીને રાજકીય પક્ષો સુધીના લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ વિચાર કરનારી
છે. પણ, આ વખતની ચૂંટણીમાં જીત્યા બાદ લોકો કાન આમળશે એ પણ નક્કી છે કારણ કે જો મનપામાં
કોરોનાના કારણો સહિત મતદાન ઓછું થતું હોય તો મર્યાદિત મતદારમાંથી મળેલી જીત બાકીના
મતદારો સામેની હાર કહી શકાશે. કારણ કે તેમણે રાજકીય, આરોગ્ય સહિતની સ્થિતિમાં જો પોતાની
પવિત્ર ફરજ બજાવવાનું ટાળ્યું તો ઉમેદવારની પસંદગી અને નાપાસંદગી એ પછીની વાત કહી શકાય.
વાત આગળ વધારીએ તો, કચ્છ ભાજપના મીડિયા સહપ્રભારી સાત્વિકદાન ગઢવીનું સ્પષ્ટ માનવું છે કે, મતદારો પોતાનું ભવિષ્ય સુરક્ષિત
રાખવા માગે છે. પંચાયતથી પાર્લિયામેન્ટ સુધી એક જ પક્ષની સત્તા હોય ત્યારે વિરોધ પક્ષના
સભ્યને મત આપીને શા માટે મત વેડફવો જોઇએ ? તો, કચ્છ જિલ્લા કોઁગ્રેસના પ્રવક્તા ઘનશ્યામસિઁહ
ભાટી કહે છે કે, મહાપાલિકા કરતાં નગરપાલિકા અને પંચાયતોની કામગીરીની વ્યાખ્યા અલગ હોય
છે. કોંગ્રેસ એક વિચારધારા સાથે કામ કરતી પાર્ટી રહી છે. લોકો વિકાસના ભ્રમમાંથી બહાર
આવીને સ્થાનિકે શું મુદ્દાઓનો ઉકેલ આવ્યો છે તેવા પરિણામો વિચાર કરીને મતદાન કરે એ
ઇચ્છનિય છે.
છમાંથી એક માત્ર વિધાનસભા બેઠક રાપર કોંગ્રેસ પાસે છે ત્યારે તે વિસ્તારની જિલ્લા પંચાયતની
પાંચ બેઠક અને રાપર તાલુકા પંચાયતની 24 બેઠકમાં પ્રચાર કરી રહેલા પંકજ મહેતાએ ભાજપ
માટે વિધાનસભાના મતદારોમાં ભાજપ માટે જગ્યા બનાવવાની છે. કારણ કે વિધાનસભા પછી સ્થાનિક
સ્વરાજ્યની ચૂંટણીઓ પ્રથમ વખત આવી છે. મતદારોએ ભૂલ કરી છે કે પછી ભાજપને વિધાનસભામાં
પાઠ ભણાવ્યો તેવી ધારાસભાની હારેલી બાજીને સ્થાનિકે સત્તા અપાવવાનું કામ પાર પાડવું
અસમંજસ ભરેલું છે તેમના કહેવા મુજબ, સરકારની સેવાઓ સ્થાનિક ધોરણે તરફેણ કરશે અને પંચાયતોમાં
ભાજપ જળવાઇ રહેશે.
કચ્છ
જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિઁહ જાડેજા મતદારોની રૂબરૂ મુલાકાતનો આધાર આપીને
પરિવર્તનનો વાયરો ફૂંકાય તેની આશમાં છે. ત્રીજો પક્ષ સફળ થયો નથી અને થશે પણ નહીં કારણ
કે એ કચ્છની તાસીર છે. વિરોધ પક્ષમાં બેસવાનું મહેણું ભાંગવા માટે કમર કસી છે. બીજી
તરફ સત્તાપક્ષ ભાજપના જિલ્લા પ્રમુખ કહે છે કે, પાલિકા અને પંચાયતોના તમામ 452 ઉમેદવારોની
તેમના વિસ્તારમાં જઇને લીધેલી મુલાકાતના તારણો એવાં જોવા મળ્યા છે કે, છેવાડાના માણસ
સુધી યોજનાઓના માધ્યમથી ભાજપના લોકો પહોંચ્યા છે. હિન્દુસ્તાનના હિતની વાત મતદારો જોતા
હોય છે. રાષ્ટ્રહિતના નિર્ણયો લેવાયા હોવાથી ખેડૂતો, માલધારીઓ, છેવાડાના લોકો વિરોધ
પક્ષની ભ્રામક વાતોમાં આવતા નથી. તેથી જ 2015 કરતાં વધુ સારી સ્થિતિએ સ્થાનિક સ્વરાજ્ય
આવશે.
આભાર
Comments
Post a Comment