રાજકીય પક્ષો શિસ્ત શબ્દને અભડાવે છે
#Kachchh #Politics #Bjp #Congress #Kachchh Politics - ભાવિન વોરા, 310721 શિસ્ત આ શબ્દને હવે રાજકારણની જાહેર ડીક્સનેરીમાંથી ચોક્કસ હટાવી લેવો જોઇએ. કારણ કે રાજકીય આચારની વ્યાખ્યામાં હવે વ્યાભિચાર, ભ્રષ્ટાચાર, છાકટાપણુ અને ટાંટિયાખેંચના પાઠ ભણાવવામાં આવી રહ્યા હોય તેમ ચિત્ર સામે આવી રહ્યું છે. આઝાદીકાળમાં લોકસુવિધાઓ અને દેશવાસીઓ માટે રાજકીય લડત થતી, હુંસાતુંસી થતી હતી અને લોકો પણ રાજકારણને સમજીને તેમના મન મુજબ નેતાઓને ટેકો આપતા હતા. છેલ્લા દાયકાનું રાજકારણ રમણભ્રમણ થઇ ચૂક્યું છે. કચ્છના પરિપ્રેક્ષ્યની વાત કરીએ તો કાંડ અને સત્તાધારીઓ જાણે એકબીજાના પર્યાય હોય તેવો માહોલ છે અને તેમાં પુરાવાઓ પણ મળતા રહ્યા છે. રાજકીય માનસિકતા હવે જર, જમીન અને જોરૂ, ત્રણેય કજિયાના છોરું નહીં પણ કમાવાના છોરુમાં પરિવર્તિત થઇ ચૂકી છે. ભ્રષ્ટાચાર નામનો જર, ખાણ ખનિજમાં લીઝ અંકે કરવી અને છોરૂમાં પોતાના સંતાનો ઉપરાંત મળતિયાઓને સેટ કરવા એ નવી વ્યાખ્યા બાંધી શકાય છે. મિત્ર, વર્તુળ કે સ્નેહીઓ અથવા વહીવટ કરી શકે તેવા લોકોને સાચવી રાખવાના રાજકારણમાં સત્તાધિશો પોતે તો ફૂલ્યાફાલ્યા છે પણ તેમના વર્તુળના લ...