Posts

Showing posts from March, 2021

કચ્છમાં કોંગ્રેસ ગ્રેસ માર્કથી પણ પાસ નથી થતી

ભાવિન વોરા, 02/03/2021 કચાસ સુધારીશું, મતદારોનો નિર્ણય માન્ય, ખામીના કારણો શું હોઇ શકે તે જોવામાં આવશે જેવા વિધાનો પંચાયતથી માંડીને પાર્લિયામેન્ટ સુધી કોંગ્રેસના નેતાઓના મુખેથી સાંભળવા મળતા હોય છે. આ વખતે પણ સાંભળવા મળ્યા છે. ભાજપ વિરોધ પક્ષ તરીકે મુદ્દાઓ ઉઠાવવામાં અને વિરોધ કરવામાં મેદાની વાસ્તવિકતાના આંચળા તળે સફળ થતો હતો પણ સત્તા મળ્યા બાદ સત્તાધારી તરીકે સફળ થયો છે ત્યારે કોંગ્રેસ સત્તાથી વિમુખ થયા બાદ કમ બેક થવા માટે ઘસડાઇ રહ્યો છે, એવા કોઇ પરિમાણો અમલમાં નથી મુકી શકતો કે જેમાંથી `ખુરશી’ પર બેસવાના પરિણામ સુધી પહોંચી શકાય. કચ્છના પરિપ્રેક્ષ્યથી દૂર ન જઇએ અને સ્થાનિક રાજકારણની વાત કરીએ તો તેમાં પણ કોંગ્રેસ પાસીંગ માર્કસથી તો દૂર પણ શિક્ષકને ગ્રેસ આપવાનું મન થાય એટલે રાજકીય રીતે જોઇએ તો અપક્ષ કે અન્ય કોઇ પક્ષ પણ ટેકો આપે કે કેમ તે સવાલ હોય છે. કચ્છમાં મુખ્ય બે પાર્ટીના જ ઉમેદવાર જંગમાં હોય છે એટલે કોંગ્રેસે જીતવું હોય તો બહુમતિ સિવાય કોઇ વિકલ્પ રહેતો નથી. સરવાળે, બહુમિત નહીં, પાસિંગ માર્ક તો નથી જ મળતા પણ ગ્રેસ માર્ક મેળવવાની સ્થિતિમાં પણ રહેતી નથી. વધુ એક વખત કચ્છમાં ભગવો લહેરા...