ચૂંટણી 2014 ; કચ્છ પ્રથમ નંબરની બેઠક ; ઉમેદવારો બહારના ; નોટાની પસંદગીની અમૂલ્ય તક
વિધાનસભા હોય ક લોકસભા કચ્છ ની સીટ નો અનુક્રમ પ્રથમ નંબરે આવે છે આનું કારણ એ છે કે લોકસભા માં ગુજરાત ની 26 સીટ પૈકી આપણાં જિલ્લા ની બેઠ્ક અને વિધાનસભા માં અબડાસા ની બેઠક નો પ્રથમ નંબર છે. કચ્છ માં ભલે એક હત્થું શાસન રહેતું હોય પણ પક્ષ ના નામે ઉમેદવાર તરી જાય છે એવું છેલ્લી બે ધારાસભાની ચુંટણી માં દેખાઈ આવ્યું છે. ખમીરવંતી ગણાતી આ જીલ્લાની પ્રજા પર જયારે બારાતુ એટલે કે આયાતી ઉમેદવાર ને ઠોકી બેસાડવા માં આવે ત્યારે લોકશાહી માં ટોળાશાહી ની જેમ મતદારો પોતાની પવિત્ર ફરજ અદા કરી આવે છે. આપણો જિલ્લો રાજ્ય ના વિકાસ નું એંજિન ચોક્કસ બન્યો પરંતુ રાજકીય પક્ષો કચ્છીઓ ના ઓવર કોન્ફિડેન્સ નો લાભ ઉઠાવી રહ્યા છે. 2014ની લોકસભા માં કોંગ્રેસ ને અહી એકેય વીરલો ના દેખાયો કે જે સત્તા પક્ષ ને લડત આપી શકે. સંસદ સુધી પહોચવાની બાબત તો દૂરની વાત પરંતુ અહીના સ્થાનિક જણ ને દાવેદારી ની તક ન આપી. કચ્છ સાથે મોરબી જોડાયું એ વહીવટી પ્રક્રિયા છે પરંતુ એનો અર્થ આવો ના થયો કે બે ના ઝઘડા માં ત્રીજું કોઈ લાભ લઇ જાય. ભાજપ હોય કે કોંગ્રેસ બંને એ બારાતુ ઓ ને જ ઉમેદવારી ની તક આપી છે. કોંગ્રેસે લોકસભામાં જામનગરના તબીબ ને કચ્છ નું ઓપરેસન સોપ્યું છે. અને મજાની વાત તો એછે કે જો અને તો ઓપરેસન પાર પડી જાય તો જાણે કેમ કચ્છ ને અલગ રાજ્ય બનાવવાનું થાય તો ફરીથી જો અને તો કોંગ્રેસ ની સરકાર આવે તો વિધાનસભાના અનુભવી નેતાને સીએમ ની જવાબદારી સોપવી હોય તો વાંધો ના આવે એમ પોતાના ઉમેદવાર ને ધારાસભા માં જવાની વધુ એક તક આપવા પ્રયાસ કરાયો છે.
વાત ભાજપ ની કરીએ તો છેલ્લી બે ટર્મ થી ભુજ ની બેઠક પર બારાતુ ઓ જ રાજકાજ કરી રહ્યા છે. આંતરિક વિરોધ તો ઘણોય થાય પણ વ્યક્તિ કરતા પક્ષ મહાન છે અને ગુજરાત માં સુશાશન લાવવાની લાલચ રોકી શકાઈ ના હોય તેવું મતદારો નું માનસ દેખાઈ આવ્યું હોવાનું માની શકાય. એમાય એક તબીબ ઓપરેસન કરવામાં સફળ રહ્યા છે અને તેમની કારકિર્દી ની ત્રીજી બેઠક પરથી ગાંધીનગર પહોચી ગયા છે.
આ વખતે પણ અબડાસા ની બેઠક પર તો કેસરિયો છવાય કે કોગ્રેસ નો હાથ ઉપર રહે તોય આ અબડા અડભંગ ની ભૂમિ નું પ્રતિનિધિત્વ તો કહેવાશે તો બારાતુ વ્યક્તિ પાસે જ એમાં બેમત નથી.
વાત એટલી જ છે કે ભલે બારાતુ ઉમેદવાર ને માટે પક્ષો માર્ગ કરી આપે પણ જો દેશના બીજા નંબર ના જિલ્લા માં કોઈ સ્થાનિક ઉમેદવાર ને દાવેદારી કરવા ના દેવાય તો પછી એ પક્ષ પર વિશ્વાસ કેમ રાખી શકાય કે ભાવી જન પ્રતિનિધિ આપણા માટે ઉપયોગી બનશે.
બાકી તો ઇલેક્સન કમિશને સરસ વ્યવસ્થા કરી છે કે નન ઓફ એબોવ એટલે કે અમને કોઈ ઉમેદવાર પસંદ નથી. આમ કહી ને ટાઢે પાણીએ ખાસ કરી શકાય. આનાથી આગળ વધીએ તો બંધારણ ની પવિત્ર ફરજ મતાધિકાર નો ઉપયોગ પણ થઇ જાય અને રાજકીય પક્ષો ને જવાબ પણ દેવાય કે તમારા પસંદી દાવેદારો અમારી પસંદગી ના નથી. બીજી વખત ધ્યાન રાખવું પડશે તમારે..........
જય કચ્છ
જય હિન્દ
Comments
Post a Comment