કચ્છમાં સજીવ ખેતી જ યોગ્ય : વૈશ્વિક જર્નલમાં કચ્છના ભૂવિજ્ઞાનીઓનું રિસર્ચ પેપર રજૂ
દુનિયામાં અગ્રહરોળના ૭ પૈકી
એક ગણાતા નામાંકિત સાયન્ટીફિક રિપોર્ટમાં થઈ પસંદગી
ગુજરાતમાંથી જૂજ પેપર પસંદ થાય
છે : કચ્છ યુનિ.ના અર્થ એન્ડ સાયન્સ વિભાગના નિષ્ણાતોની િસદ્ધિ
#kachchh
#Geology
#Farming
#Research
#earth and science
વિશ્વના સૌથી વધુ વંચાતા એવા
સાયન્ટીફિક રિપોર્ટ નામના જર્નલમાં કચ્છના ભૂસ્તરશાસ્ત્રીઓનું ખેતી વિષયક પેપર લેખ
સ્વરૂપે પસંદ થયું છે અને તેને ઓનલાઈન પબ્લિસ પણ કરવામાં આવ્યું છે. નેચર નામના પ્રકાશક ગૃહ દ્વારા પ્રકાશિત
કરાતાં આવા સંશોધનપત્રમાં સ્થાન પામવું એ ગૌરવરૂપ માનવામાં આવે છે. કારણ કે, ગુજરાતમાંથી માંડ ત્રણેક રિસર્ચ પેપર પ્રકાશિત
કરાયા છે અને તેવામાં કચ્છના ભૂનિષ્ણાતોનું સજીવ ખેતીને પ્રોત્સાહન આપતું પેપર પસંદ
થયા બાદ તાજેતરમાં પ્રકાશિત કરાયું છે. ગેમ ચેંજિંગ રોલ અંતર્ગત
કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ સાયન્સ વિભાગના સીમા શર્મા, જી.એ. તીવાકરણ અને મહેશ ઠક્કર દ્વારા આ રિસર્ચ પેપર ૨૪ જૂન,
૨૦૨૦માં મૂકવામાં આવ્યું હતું જે ૧૩ એપ્રિલ, ૨૦૨૧ના
સ્વીકારવામાં આવ્યું હતું અને ૩ મે, ૨૦૨૧ના ઓનલાઈન પબ્લિસ કરવામાં
આવ્યું છે.
કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ
સાયન્સ વિભાગના વડા ડૉ. મહેશ ઠક્કરને
પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, સાયન્ટીફિક જર્નલમાં પેપર પસંદ
થવું એ ગૌરવપ્રદ છે. આ પેપરમાં ભુજ તાલુકાના કુકમા વિસ્તારમાં
આવેલી જમીન તથા હબો અને કાત્રોલ હિલ્સ વિસ્તાર સમાવી લેવામાં આવ્યો છે. કચ્છ એ સૂકો પ્રદેશ છે અને આવા વિસ્તારોમાં પરંપરાગત સજીવ ખાતર તથા કાર્બનિક
પ્રકારની કૃષિ પદ્ધતિ કેટલી યોગ્ય છે તે વિષયે વૈજ્ઞાનિક પરીક્ષણો સાથે ચિતાર આપવામાં
આવ્યો છે. છ વર્ષનો ડેટા એકત્ર કરીને તેનું વિશ્લેષ્ણ કરવામાં
આવ્યું હતું, જેમાં પ્રસ્થાપિત કર્યું છે કે, પરંપરાગત કૃષિ પદ્ધતિ જે પ્રાણીઓના મૂત્ર, ગૌમૂત્ર,
ગોબર વગેરેના ઉપયોગથી કરવામાં આવે છે તે કેટલી યોગ્ય છે.
આ રિસર્ચ આર્ટિકલમાં જણાવાયા
મુજબ, કુકમા વિસ્તારના
કોઈ પ્રાયોગિક ફાર્મનો ઉપયોગ કરાયો નથી પણ ખેતરોમાં ખરીફ અને રવિ પાકના વાવેતર દરમિયાન
અને તે પૂર્વેની પદ્ધતિઓ, લણણી, જમીનના
નમૂના એકઠા કરીને તેની ગુણવત્તા અને તેના ઘટકોના આધારે પૃથક્કરણ કરવામાં આવ્યું છે.
વિશ્વમાં યુએસએ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકા જેવા દેશોમાં પરંપરાગત કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવામાં આવે
છે તેની નોંધ ભારતીય કિસાનો અને ખાતર ઉત્પાદકોએ લેવા જેવી છે જેથી તેને ગેમ ચેંજિંગ
રોલમાં પરિવર્તિત કરવી પડશે.
કાર્બનિક તત્ત્વોને પકડી રાખવા
સજીવ ખેતી જરૂરી
કૃત્રિમ ખાતર જેવાં કે યુરિયા, એનપીકે વગેરે અહીંની રેતાળ જમીન કે
જેમાં કાર્બનિક તત્ત્વો જેવાં કે, ફોસફરસ, નાઈટ્રોજન, પોટેશિયમ, સલ્ફર,
કેલ્શિયમ અને મેગ્નેશિયમમાં પકડી રાખવા માટે સજીવ ખેતીની પરંપરાગત પદ્ધતિ
જ યોગ્ય છે. અન્યથા આવતા વર્ષોમાં કચ્છની કોઈપણ જમીન કોઈપણ પ્રકારના
પાક માટે લાયક નહીં રહે તેવી ભીતિ પણ લેખમાં દર્શાવાઈ છે. અગાઉ
અહીંના ખેડૂતો વિષમ આબોહવા, રેતાળ જમીન અને વરસાદની અનિયમિતતાના
આધારે કૃષિ પદ્ધતિ બનાવતા હતા જે તે ફરીથી અમલમાં લાવવાનું કામ આ પેપર દ્વારા શક્ય
બને તો સાર્થક રહેશે તેમ ડૉ.મહેશ ઠક્કરે લેખના અનુસંધાને કહ્યું
હતું.

Comments
Post a Comment