પાણી પોતાનો રસ્તો કરી લે છે અને માનવ તેના પર
જિંદગી ચલાવી જાય છે



કેદાર નાથ પર ગંગાજી એ અવતરણ કર્યું અને ખુદ નાથ પર માત્ર જલાભીષેક કરીને પોતાનું પ્રવાહ એટલે કે રસ્તો કરી લીધો। પાણી પોતાનો માર્ગ કાઢી લે છે એમ અવારનવાર બોલવા સાંભળવામાં આવતું હોય છે ત્યારે આવો રસ્તો કરે તો કેટલાય ની જિંદગીના રસ્તા બંધ થઇ જાય। દેવભૂમિમાં આ દુર્ઘટના બની એ તેને દુરથી જોવાના બદલે વીજનું માધ્યમોના કારણે એટલી જ નજીક થી જ જોવા મળી છે। કેદારનાથને તો બચાવી લીધા પણ શિવજીની મૂર્તિના ગળા સુધી પાણી આવી ગયા બાદ આ પ્રતિમા પણ તણાઈ ગઈ તો બહુમાળી ઈમારત પણ પાણીમા એવી તે ધાસ્તી જોવા મળી કે અ ગઈ .... એમ સહેજે મ્હોમાંથી નીકળી જાય , સાથે એક પ્રકારની ચિંતા સાથે ચિત્કાર પણ ઉભો થાય . 

અલકનંદા અને મંદાકિનીનો ધોધ આમેય પણ ધોધમાર હોય છે અને તેમાય જો હિમાલયના પર્વતો પીગળી ને પશ્ચિમ બંગાળ માં ગંગાસાગરને મળવા જો આવી દોટ મુકે તો ચારધામ યાત્રામાં આવેલા ભક્તોના ઘોડાપુરને પણ તની જાય . અને થયું પણ આવું જ છે . હિન્દુસ્તાનમાં કોઈ પણ કમનસીબ ઘટના વખતે આંકડાઓની માયાજાળ અને રાજકીય રોટલા શેકવા કે પ્રથા પડી ગઈ છે . જોકે લોકો ને માહિતી માં રસ હોય છે જયારે રાજકારણીઓને આવી માહિતીના જખમમાં કેમ મીઠું ભભરાવવું એમાં .. 

શિવના ચરણોમાં સંખ્યાબંધ શ્રધ્ધાળુએ પોતાના જીવ ગુમાવ્યા છે તો કેટલાક નાથ વગરના બન્યા છે .. આવી ખબરો આવવાનું ચાલુ છે અને તેનું ફોલોઅપ આગામી લાંબા સમય સુધી ચાલુ રહેશે . 

રાજકીય વાકદલીલો વચ્ચે તો પર્યાવરન્વીદો ચારધામની ઘાટીઓમાં થયેલા દબાણો કે  પ્લાસ્ટિક સહિતના પ્રદુષણને દોષ આપવા લાગી ગયા છે . આવી સ્થિતિમાં જો કોઈ માનાવીય ફરજ બજાવતું હોય તો ઈ છે ભારતીય સૈન્ય . વિવાદો માં ઘસડાયા વિના અને જોમભેર માનવ જિંદગી બચાવવાના અને યાત્રામાં રાહત કેમ થાય એવા સીધા અને કોઈ સ્વાર્થવિહોણા હેતુને બર લાવવા જવાનો દેશ સાથે માનવ સેવા કરી રહ્યા છે. ખેર, દુર્ઘટના એ દુર્ઘટના છે . પ્રકૃતિના પ્રકોપનું આ એક ઉદાહરણ કહી શકાય, કુદરતી કોપ સામે માનવ લાચાર ચોક્કસ બને છે પણ જેમ પાણી પોતાનો રસ્તો કરી લ્યે છે એમ માનસ પણ કુદરત નું સંતાન છે એટલે પાણીના પ્રવાહ બાદ (કોઈ પણ કોપ બાદ) અંકાયેલા રસ્તા પર પોતાની જિંદગી દોડતી કરી મુકે છે પછે ભલે તેમાં ગતિ પ્રગતિને અવરોધક અસર થઇ હોય, પણ યહી  હૈ જિંદગી ની જેમ આગળ વધવા માંડે છે . આમ થતું આવ્યું છે અને થતું આવશે એ સનાતન સત્ય છે .

Comments

Post a Comment

Popular posts from this blog

21મી સદીમાં કચ્છ : પાણી, પ્રવાસન અને ઉદ્યોગીકરણ, પુસ્તક પ્રતિભાવ 1

ભૂકંપે અચાનક લોકોના પ્રાણ હર્યા અને કોરોનાએ પ્રાણ-વાયુ વિના

કચ્છને અલાયદું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અનિવાર્ય, ખરું ને ?