નો પોલિટીકસ . . . . હમીરસર ઓગન્યું ભુજનો અનેરો પ્રસંગ ..... ઓગનોત્સવનો રાજીપો કચ્છ અને બૃહદ કચ્છીઓને






અગાઉ કેદારનાથ પર પાણીની અવકૃપા થઇ અને પાણી પોતાનો રસ્તો કરી લે છે એ વિષે લખવાનું થયું હતું આજે અનોખો પ્રસંગ ભુજવાસીઓ માટે આવ્યો છે જેમાં એજ વરસાદી પાણીની મેઘકૃપા થઇ છે.

હમીરસર ઓગન્યું ભુજ નો અનેરો પ્રસંગ ..... રાજીપો  કચ્છ અને બૃહદ કચ્છીઓને થયો છે એનું કારણ એ કે એમાં ભુજ ની માટીની મહેક છે। કારણ  આ નગર જિલ્લા  મથક હોવાના કારણે  કોઈને કોઈ રીતે જિલ્લાવાસીઓ એ ભુજ આવવું પડતું હોય છે . કદાચ કોઈ  કામ ના હોય તોય સગા સંબંધીઓ કે  મિત્રોને મળવા આવવાનું થતું હોય છે . અરે હવે તો કચ્છની બહારના લોકો પણ કહેતા હોય છે કે યાર એકવાર કચ્છ તો જોવા જવું છે। પેલું તમારું કયું તળાવ કે જે ભુજ ની વચ્ચે છે એ પણ જોવાની ઈચ્છા છે .
ભલે એટલું અન્ય મહાનગરો ની સરખામણી માં હમીરસર અતિશય મોટું ના કહેવાય પરંતુ સાવ નાનું પણ ન જ કહેવાય . વાત ભુજવાસીઓના આનંદ અને રાજીપા ની છે . આજે શુક્રવારે સર એટલે કે તળાવ ઓવરફ્લોવ થયું છે એટલે હવે આજે  સવારથી નગરજનો મોટાબંધ થી માંડી ને જ્યાં ઓવર્ફ્લોવ થાય છે તે ઓગન ના સ્થળે આંટા મારવામાં   થાકતા નથી .અને હવે તો વિક એન્ડ છે એટલે રવિવાર સુધી આ ઓગનોત્સવ ચાલશે .
સારી વાત એ પણ છે કે આ વરસે ભુજનું એ હ્રદય સમું હમીરસર કોઈ જ જાત ના પોલીટિકસ વિના તરબતર થયું છે . એક તબક્કે તો વરસાદ ખેચાઈ ગયો અને હવે આગામી સાલે પાણીનો પ્રશ્ન ત્રાસદાયક બનશે .  પરંતુ એમ ના થયું અને ભાદરવા એ ટાણું સાચવી લીધૂ . મજાક માં ભાદરવા ના ભૂસકા કહી ને આપણે વરસાદ ને અવગણતા હોઈ એ અને ક્યારેક તો છત્રી અને રેઈનકોટ માળીએ ચઢાવી દેવાયા હોય . પણ આજે તો ભાદરવાના એ મો . . . . ટા  ભૂસાકા એ હમીરસર ને ઓગ્નાવી દીધું છે . ભુજ નગર પાલિકા તો મેઘલાડુ માં નિશ્ચિત લોકોને  જ મેઘલાડુ જમાડતી હોય છે પણ ભુજવાસીઓ તો આનંદના મેગ્લાડુથી જ આ  દિવસોમાં મીઠા જોવા મળે છે .

આજે જયારે સવારથી હવા ચલી કે બસ હવે દોઢ ફૂટ જ પાણી આવી જાય એટલે પંજો હમીરસર ઓગ્નીવંધો.  અને ચોક્કસ એમજ થયું . બપોરે અઢી વાગ્યાના અરસામાં ઉત્સાહી લોકો તો નવા નીર ને આવકારવા છેક ઓગનની પાળી  ક્રોસ્ કરીને ઓગનની અંદર પહોચી ગયા . આ બધું જ સોશીઅલ મેડિયા દ્વારા અપડેટ  થવા લાગ્યું . મારા સહિતના ઘણા કચ્છી અને બૃહદ કચ્છીઓ ને એટલે જ ખબર પડી હશે .

હમીરસર છ્લોછલ થવાના સમાચાર મળે એટલે પહેલા તો ખલ છૂટી જાય . સાથે સાથે હવે આવનારા તહેવારો માં નગર ની રોનક ન્યારી જ રહેશે એમ સમજી ને આનંદભર્યો ઉન્માદ પણ અનુભવાય . પણ સાલું થોડા સમય ની ચિંતા એ પણ થાય કે તળાવમાંથી નિયમિત ધોરણે પાણીચોરી કરતા તત્વો ફરીથી ભરેલા હમીરસર ને ખાલી કરવા મચી પડશે અને શહેરવાસીઓ ઇજ બૂમો પાડશે કે તળાવ માંથી પાણી ઓછું થઇ રહ્યું છે .
ખેર, મુદ્દો અત્યારે ઓગનોત્સવ નો છે તોય તેના આજુ બાજુ ના પાસાઓ તો ઉલ્લેખાઈ જાય . જેમ આષાઢી બીજ જિલ્લા આખાનું નવું વરસ છે તેમ આજે ભુજના નગરજનો પણ આષાઢી બીજ પછી નું અને દિવાળી પહેલા નું નવું વર્ષ ઉજવશે ......

ફોટો : મનોજ ટાંક , નીલ હાથી , યોગેશ જરદોશ ઓન એફ્બી

Comments

Popular posts from this blog

21મી સદીમાં કચ્છ : પાણી, પ્રવાસન અને ઉદ્યોગીકરણ, પુસ્તક પ્રતિભાવ 1

ભૂકંપે અચાનક લોકોના પ્રાણ હર્યા અને કોરોનાએ પ્રાણ-વાયુ વિના

કચ્છને અલાયદું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અનિવાર્ય, ખરું ને ?