કચ્છની લોકસભામાં ઉમેદવાર કોઇ પણ હોય જીતશે પક્ષ


આવી ગઈ ચૂંટણી ઢુકડી… … બંને રાજકીય પક્ષો મેદાનમાં છે, ત્રીજા પક્ષનો કચ્છમાં સામાન્ય રીતે વિકલ્પ રહેતો નથી. જો કોઇ મુખ્ય પક્ષના ઉમેદવાર રાજનીતિ કરે અને હરીફના મતો તોડવા માટે વધારાના ઉમેદવાર રાખે તેવું રાજકારણમાં શક્ય બનતું હોય છે. જોકે કેટલાક અપક્ષ સાચી રીતે પણ ચૂંટણીઓ લડતા હોય છે. ચૂંટણી ચિત્ર ત્યારે સમજાતું હોય છે જ્યારે મુખ્ય રાજકીય પક્ષો તેમના ઉમેદવારોની જાહેરાત કરે છે. કચ્છમાં પણ જંગ જામી ચૂક્યો છે વર્તમાન સંસદ વિરુદ્ધ કોંગ્રેસે પંચાયતથી માંડીને સંગઠનના અનુભવીને મેદાનમાં ઉતાર્યા છેકચ્છની તાસીરની વાત કરીએ તો 1996 પહેલાંની ચૂંટણીમાં ઉમેદવાર વિજયી બનતા હતા. કોંગ્રેસ પક્ષ પણ મહદઅંશે જીતતો હતો. પણ, ચૂંટણીઓનો ઇતિહાસ એમ કહે છે કે, જીતેલો ઉમેદવાર બીજી વખત ઉભે તો હારે અને હારેલો ઉમેદવાર બીજી વખત જંગ લડે તો જીતે છે.
આ બધું 1996 પહેલાં હતું. હવે ઉમેદવાર નહીં પણ ભાજપ પક્ષ જીતતો આવ્યો છે. હાલના ઉમેદવારોની વાત કરીએ તો નિર્વિવાદ એમ કહી શકાય કે ભાજપના વિનોદ ચાવડા અને કોંગ્રેસના નરેશ મહેશ્વરી બંને સ્વચ્છ પ્રતિભા ધરાવે છે. ઉમેદવાર બંને સારા હોવા છતાં મતદારો માહોલ અને મૂડને અનુસરીને પોતાનો લોકપ્રતિનિધિ ચૂંટતા હોય છે. પરિવારવાદ અને વ્યક્તિલક્ષી રાજકીય જંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પલડું ભારે રહેતું આવ્યું છે અને તેના કારણે કચ્છમાં ઉમેદવાર કોઇ પણ હોય લોકો નરેન્દ્ર મોદીને મત આપતા હોય તેમ ભાજપને ચૂંટી કાઢે છે. એટલે ઉમેદવાર કરતાં પક્ષ જીતે છે અથવા નરેન્દ્ર મોદી જીતે છે તેમ વાસ્તવિક રાજકીય સમીકરણો છે.
કચ્છની બેઠક અનામત હોવાના કારણે ઉમેદવાર ઉપરાંત સામાન્ય મતદારના મહત્વના ધ્રુવીકરણ ઉપર આધાર રહેતો હોય છે. આ વખતની ચૂંટણીમાં બંને ઉમેદવાર સ્થાનિક હોવાના કારણે રાજકીય પક્ષોના કાર્યકરોને અને લોકોને પ્રાથમિક સંતોષ તો મળ્યો જ છેકચ્છ મોરબી માટે આ જંગ સામાજિક સમીકરણો પર આધારિત રહેવાના છે. કચ્છમાં નર્મદાના પીવાના અને સિંચાઈના પાણી તો ઔદ્યોગિકરણ માટે પણ વર્તમાન સાંસદને લોકોની ટકોર સાંભળવાનો વારો આવ્યો છે. બીજી બાજુ કોંગ્રેસ અત્યાર સુધી કચ્છમાં સફળ વિપક્ષ તરીકે ઉરી નથી આવ્યોમજબૂત ચોક્કસ થયો છે. પણ પરિણામ આધારિત સફળતા મળવી નજીવી કહી શકાય એમ છે. આના લીધે મતદારોનું મન એક તરફ વિચારતું આવ્યું છે.
બંને પક્ષે પહેલા આંતરિક જૂથવાદ સામે લડવાનું છે તો બીજી બાજુ કેવી રીતે જીતી શકવાના પાસા પાડવા તે પણ વિચારવાનું છેમાત્ર ઘનિષ્ટ લોકસંપર્કથી મતદારોનો મૂડ ચેન્જ નથી કરી શકાતોકારણ કે, ઉમેદવારો પક્ષમાં મોહરા સમાન હોતા હોય છેભાજપની વાત કરીએ તો મતદારો સ્થાનિક ઉમેદવાર કરતા નરેન્દ્ર મોદીને મત આપતા હોય તેવી લાગણી સાથે મતદાન કરે છે એ સ્વાભાવિક રીતે સ્વીકારવું પડતું આવ્યું છે. સામે કોંગ્રેસમાં નેતાગીરી વચ્ચે સમજાવટની ફોર્મ્યુલા નિષ્ફળ જવાનો ફાયદો ભાજપ લઇ રહ્યો છે. વહેતા પાણીમાં તરવા માટે રાજકીય લોકો કૂદવા મંડ્યા છે એટલે કોને મત આપવા એ કોંગ્રેસ તરફી મતદારો માટે પણ સવાલ ઉભો થાય છે.
વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમની ત્રીજી આંખ કચ્છ ઉપર રહેતી આવી છેપ્રવાસનનો ભરપૂર વિકાસ એમને આભારી કહી શકાય. જોકે તેમના સમયમાં રણ ઉત્સવમાં લગાડેલી ફી સામે આજે પણ આંતરિક નારાજગી છે. પરંતુ બન્ની પશ્ચિમના આર્થિક વિકાસ માટે તેમની દ્રષ્ટિએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મતોના ધ્રુવીકરણમાં મહત્વનો ભાગ ભજવ્યો છેકચ્છ અને નર્મદાના પાણી આપવા માટે પ્રયાસો ચોક્કસ થયા છે પણ તેમના દિલ્હી ગયા બાદ અંદાજપત્રીય પ્રોવિઝનની ખોટ ઉડીને આંખે વળગતી આવી છેજેને કોંગ્રેસ પોતાના તરફી લાવી શકી નથી.
કોંગ્રેસ સ્થાનિક મુદ્દે વિરોધ કરી ચૂકી છે પરંતુ લોકલક્ષી વિરોધનો હંમેશા અભાવ દેખાયો છે. માત્ર ધરણાં કરી, રેલી યોજ્યા બાદ આવેદનપત્ર આપીને અખબારી યાદીઓથી સંતોષ માનવો એ તેમના નબળા વિરોધની સાબિતી છેજોકે, સ્થાનિક મુદ્દાઓમાં સરકારની સીધી ભૂમિકા આવી જતી હોવાથી કેટલીક વખત વિરોધ પરોક્ષ રીતે અસરકારક પણ સાબિત થાય છે.
વર્તમાન ચૂંટણીમાં ભુજ ને મળતી ટ્રેન, હવાઈ સેવાઓમાં સતત ઘટાડો થવો અને વિકાસની ગુલબાંગો વચ્ચે નવી કોઈ સર્વિસીસ ન મળવી તેનો વિરોધ કરવામાં કોંગ્રેસ કાચી પડી છે તેમાં બેમત નથી.
બેઠકના કલ્ચરની વાત કરીએ તો, 1996થી કચ્છની સામાન્ય સીટ ભાજપ પાસે રહેતી આવી છેકેન્દ્રમાં કોઈની પણ સરકાર હોય પણ કચ્છના મતદારો કમળ પર પોતાનો વિશ્વાસ જતાવે છે. જોકે નોંધવું રહ્યું કે આ બેઠક  ભાજપ પાસે રહેવા છતાં પાણીની  કાયમી વ્યવસ્થાનો  અભાવ છે.  ભારત અને પાકિસ્તાનની સરહદે  આ જિલ્લો આવી આવ્યો છે ત્યારે  લાંબા સમયથી  સરહદી ફેન્સીંગ  બાકી રહ્યું છે.  બીએસએફની  નવી આઉટપોસ્ટ બની છે  પરંતુ  તેમના સુધી  પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવા  યોગ્ય અંતરિયાળ રસ્તાઓનો  અભાવ છે.
કચ્છના મતદારો આંધળો વિશ્વાસ મૂકીને જ્યારે ભાજપને ચૂંટાતા આવ્યા છે ત્યારે રેલવે, એર સર્વિસઅધકચરી આકાશવાણીની સેવાઓ, ગાંધીધામની ફ્રીહોલ્ડ જમીન, ઔદ્યોગિકરણ માટેની વિશેષ સહાય જેવા મુદ્દાઓ વણ ઉકેલ્યા કહી શકાશે.
-----ભાવિન વોરા  ------- ------ -------- તા. 07 એપ્રિલ 2019 - - - - -- - - - - -  - 

Comments

Popular posts from this blog

21મી સદીમાં કચ્છ : પાણી, પ્રવાસન અને ઉદ્યોગીકરણ, પુસ્તક પ્રતિભાવ 1

ભૂકંપે અચાનક લોકોના પ્રાણ હર્યા અને કોરોનાએ પ્રાણ-વાયુ વિના

કચ્છને અલાયદું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અનિવાર્ય, ખરું ને ?