દાવાઓ અને અમલીકરણની અપેક્ષા વચ્ચે મુખ્ય બે પક્ષનો કચ્છમાં જંગ



કચ્છની અનામત બેઠક માટે ચિત્ર સ્પષ્ટ થઇ ચૂક઼યું છે. 10 ઉમેદવારો જંગમાં સામેલ છે. બધાને કચ્છની ચિઁતા હશે એમ માનીએ. તમામ ઉમેદવારો યથા શક્તિ પોતાની તાકાત લગાવીને દિલ્હી તરફ દોટ મૂકવાના પ્રયાસો કરી રહ્યા છે. જોકેકચ્છની તાસીર મુજબ દિલ્હી કોય કે ગાંધીનગરનો જંગ મુખ્ય બે રાજકીય પક્ષ વચ્ચે વધુ હોય છે. ભાજપના વર્તમાન સાંસદ વિનોદ ચાવડા અને કચ્છ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નરેશ મહેશ્વરી વચ્ચે હારજીતના પરિમાણો ઉભા થવાના છે ત્યારે તેઓ કયા હેતુથી અને કયા વિઝનથી ચૂંટણી જીતવા મેદાનમાં ઉતરેલા છે તે તેમને જ પૂછતાં સાર એવો નીકળ્યો કે દાવાઓ અને અપેક્ષાઓ વચ્ચે આ લોકપ્રતિનિધિપદની મતોની લડાઇ થવાની છે.

કૃષિ યુનિ. લાવવી તથા રેલ અને એર સુવિધાને પ્રાધાન્ય :
આવી સ્થિતિ વચ્ચે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા હજુ પણ કચ્છ ને સારું ઇન્ટરનેશનલ એરપોર્ટ અપાવવાની વાતો કરે છેજોકેઆ એરપોર્ટ ભુજ સિવાય ગયું તો ફરીથી મધ્ય અને કચ્છ અન્યાયનો મુદ્દો સામે રહેવાનો છે. આ ઉપરાંત ભુજની ઉદ્યોગ ગૃહની સોંપેલી હોસ્પિટલ સિવાય પણ વધુ એક ઉચ્ચ દરજ્જાની સરકારી હોસ્પિટલ લાવવી એ તેમની ખેવના છે. ભુજ માટે સારી ટ્રેન મળે તેવો પ્રયાસ કરશે એવો તેમનો દાવો છે. કચ્છ હવે બાગાયતી ખેતીવાડી નું હબ બન્યું છે ત્યારે કૃષિ યુનિવર્સિટી લાવવા કેન્દ્રમાં તેઓ રજૂઆત કરવાના છે. તેમનો ચૂંટણી ઢંઢેરો તો એવો પણ છે કે દરિયાઈ માર્ગે વધુને વધુ કાર્ગોનું વહન થાય અને સ્થાનિક વેપારને પ્રમોશન મળી શકે અને વેપાર વણજમાં દરિયાઇ સુવિધાનો ઉપયોગ સ્થાનિક ધોરણે કરી શકાય.

કેન્દ્રની યોજનાઓનું કચ્છ સુધી સરળ અમલીકરણ:
કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી જિલ્લાના પડતર મુદ્દાઓ સંબંધે વિશેષ્ ચિંતીત છે. નર્મદાના વધારાના પાણીભુજ સુધી પૂરતું રેલ ટ઼્રાન્સપોર્ટેશનસરહદી ગામો સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ પહોંચે અને તેનું સરકારી તંત્ર દ્વારા યોગ્ય અમલીકરણ થાય એ જોવાની પ્રાથમિકતા રહેશે. કચ્છીઓમાં માત્ર અપેક્ષાઓ ઉભી કરવાના બદલે તેમને સુવિધાઓ કેટલા અંશે મળી રહી છે તે જોવાની જવાબદારી લોકપ્રતિનિધિ તરીકે સુપેરે પાર પાડવાની સ્વૈચ્છિક ફરજ ઉપાડી લેશે. કેન્દ્ર સરકારની શિક્ષણઆરોગ્યની સગવડો અંતરિયાળ ગામોના લોકે મળવી જોઇએ અને તેના માટે અમલીકરણ અનિવાર્ય હોવાનું માનવું છે. સારી હોસ્પિટલનું સંચાલન જિલ્લામાં થાય અને લોકોને આરોગ્ય સુખાકારી મળે તે મુદ્દો પણ રહેશે.
------- ભાવિન વોરા 100419 ----- 

Comments

Popular posts from this blog

21મી સદીમાં કચ્છ : પાણી, પ્રવાસન અને ઉદ્યોગીકરણ, પુસ્તક પ્રતિભાવ 1

ભૂકંપે અચાનક લોકોના પ્રાણ હર્યા અને કોરોનાએ પ્રાણ-વાયુ વિના

કચ્છને અલાયદું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અનિવાર્ય, ખરું ને ?