કચ્છમાં વાદળો ‘ચાલી’ રહ્યા છે
સતત મેઘતૃષ્ણા ઝંખતી કચ્છની ભૂમિ અને કચ્છીજનો માટે ચોમાસુ એક અવસર છે પણ ઉજવવાની ઘડીની રાહ જોવી પડે છે
ક્યા ચલ રહા હૈૈ... એવી એક હિન્દી જાહેર ખબરમાં આવું પૂછવામાં આવે છે અને સામે જે જવાબ મળે તેમાં જેની ચર્ચા હોય છે તે પ્રોડક્ટનુ ંનામ અપાય છે. હાલમાં કચ્છમાં વરસાદની ચર્ચા છે તો વાદળો વરસે તે માટે વૃક્ષો રોપીને કુદરતી વ્યવસ્થા તેનો જવાબ બની રહેશે
ચોમાસુ એટલે કચ્છ માટેનો અવસર. દર વર્ષે આ અવસર આવે છે પણ ઉજવાશે કે કેમ એ સતત પ્રશ્ન રહેતો હોય છે. પાણી ભરેલાં વાદળો કરતાં પાણી આકાશમાંથી પસાર થઇ જતાં વાદળો ક્યારે વરસશે એવા ચિંતાના વાદળો કચ્છી અને બૃહદ કચ્છના મન મગજમાં છવાયેલાં રહે છે. સતત નવ વર્ષ સુધી મેઘ મહારાજે કૃપા વરસાવી પછી ગયા વર્ષે અછતનો અભિશાપ કચ્છમાં આપી દીધો. પશુપાલન અને ખેતી પર નભતો જણ આકાશમાં નેજા નાખીને જોવાનું શરૂ કરે એટલે એક એવો ભાવ પણ ઉભો થાય કે વરસાદનો પ્રથમ રાઉન્ડ સમયસર થાય તો બધું સચવાઇ જાય. ટેલિવિઝન પર હાલમાં અેક જાહેરાત એવી આવે છે કે એક વ્યક્તિ બીજાને પૂછે કે કે ક્યા ચલ રહા હૈ એટલે પેલો સામેવાળો કહેશે કે ફોગ. આપણા માટે પણ આવું જ કંઇ છે કે આપણે કોઇ પૂછે કે કચ્છમાં વરસાદ આવ્યો કે કેમ ? એટલે કહીએ કે વાદળો આકાશમાંથી ચાલી જઇ રહ્યાં છે, રોકાઇને પાણી આપતાં નથી.
અષાઢી બીજ આવે એટલે કચ્છમાં ચોમાસુ બેસે અને પછી જ સોળ આની વરસાદની આશા રાખવામાં આવે. જોકે, કેરલની આગાહી બાદ મુંબઇમાં સમયસર ચોમાસુ બેસી જાય એટલે આપણા લોકો આપણા જિલ્લામાં વરસાદના દિવસોની ગણતરી કરતા થઇ જતા હોય છે.
હાલમાં અષાઢ અડધો પૂરો થઇ ગયો પણ પ્રથમ રાઉન્ડ પણ બરાબરનો જામ્યો નથી. ચોમાસુ બેસતાંની સાથે કચ્છમાં વાવણીલાયક વરસાદ પડી જાય અને સપ્ટેમ્બર સુધી પાછોતરો રાઉન્ડ પણ પૂરતો થાય તો કચ્છ ન્યાલ થઇ શકે એમ કહેવું પણ ઉચિત રહેશે. કારણ કે જિલ્લામાં ખેતીવાડી તકનિકી અને જમીનમાં પણ ફળદ્રુપતા વધી છે. બારહી ખારેક હોય કે તાલાળાની સ્પર્ધામાં આવતી કચ્છની કેસર કેરી અથવા, જામફળ, દાડમ, પપૈયા અને કેળા એ બાગાયતી પાકો માટે જો ખેડૂત સદ્ધર હશે અને પૂરતું પાણી સીંચી શકતો હશે તો તેની ખેતીવાડી નંદનવન સાબિત થવાની છે. કચ્છમાં આવા પાકો માટે સામાન્ય વરસાદ થયો છે એમ આ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે. પણ, જિલ્લાના સાત તાલુકામાં 2015ના અપૂરતા વરસાદના કારણે સર્જાયેલી અર્ધ અછત જેવી સ્થિિત દૂર થાય અે માટે ચાલી જતાં વાદળો રોકાશે અને પાણી પાડશે તો જ ઘાસ ઉગી શકશે અને આ ચોમાસુ વિદાય લ્યે ત્યાં ઓછામાં ઓછો પાંચ ઇંચ પાણી વરસાદ થશે તો અછતકાળ સમાપ્ત થશે.
ઓગસ્ટ માસમાં જરૂરી વરસાદ પડી જાય અને કચ્છના નદી, તળાવ છલકાઇ જાય તો ગ્રામીણ વિસ્તારને ઓણ સાલની ચિંતા મટી જતી હોય છે. કચ્છમાં વરસાદ આવશે કે કેમ તેની તાણ રહેવી એ કાયમી બાબત છે. હવે જ્યારે જિલ્લાની જમીન ફળદ્રુપ બની છે અને વરસાદ આવે તેના માટે જાગૃતિ પણ આવી છે તો વ્યક્તિદીઠ એક કદમ આગળ વધી શકાય છે. પોતાની અનુકૂળતા મુજબ એક વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ ફળિભૂત કરવાથી જિલ્લાને હરિયાળો બનાવવો અશક્ય નથી. વૃક્ષો ગ્લોબલ વોર્મિંગ વચ્ચે પણ વરસાદ ખેંચી લાવવાની પ્રકૃતિ તો મૂકવાના જ નથી. પવનની પાંખે જતા રહેતા વાદળોને રોકવા ઊંચા અથવા ઘટાદાર ઝાડ ઉપયોગી બની શકશે. અલબત, જો સતત ચોમાસુ સારું જતું રહેશે તો ભૂગર્ભ જળ રીચાર્જ થતાં રહેશે અને પાણીકાપની સમસ્યાઓથી છુટકારો મેળવી શકાશે. જો આમ નહીં થાય તો દુકાળ વ્યવસ્થાપનનું આયોજન કરવાની ફરજ પડવાની છે. છ આની સુધી વરસાદ થાય અને પછી ઘાસ ન ઉગવાની કે જળાશયોમાં પાણી ખૂટી પડવાની કે નર્મદાની નહેરમાં પાણી ચોરાઇ જવાની કળાકૂટ બાદ રાજ્ય સરકાર પાસે અછત જાહેર કરાવવા રજૂઆતોનો દોર ચાલે અને સરકાર પણ અછત જાહેર કરવામાં જાણે ભાવ ખાય ત્યારે વચ્ચેની સ્થિતિ ઉભી થતી હોય છે. આપણ લોકપ્રતિનિધિઓ વૃક્ષારોપણ કરતા ફોટા પડાવીને ભુલી જાય તેના કરતાં તે વાવેતર સિદ્ધ થાય તેવી ફરજ બજાયો તો પણ કચ્છની હરિયાળું બનાવવા અને વાદળો રોકવામાં મદદ થઇ રહેશે.
અનિયમિત વરસાદ જેમ કચ્છની તાસીર રહી છે તેમ વૃક્ષો વરસાદને લાવી શકે છે એ પણ કુદરતી લાક્ષણિકતા રહી છે. વાદળોને જવા દેવા છે પણ એ વાદળો વરસાદ ન પડવાની ચિંતાના હોવા જોઇઅે. હવામાન ખાતાની લોપ્રેશર સર્જાવાની આગાહી ઉભી થાય અને ગગન ગોરંભાય અને સતત વાદળ છાયું છવાય છતાં ઝરમર કે સામાન્ય ઝાપટાંથી સંતોષ માની લેવો પડે એ હવે પાલવે એમ નથી. આ અગાઉના નવ વર્ષ તેમજ 1975 પછીના આઠ વર્ષમાં સારો વરસાદ થયો હતો, પછી કારમો દુકાળ પણ આવ્યો હતો. હવે વરસાદ તો જોઇશે જ કારણ કે ગ્રામીણ વિસ્તારની જીવંતતા તેના પર આધારિત છે. કુદરતી પાણી પૂરતાં અવતરશે તો નર્મદાના સિંચાઇના કે પીવાના પાણી બોનસ સમાન બની રહેશે અને પરોક્ષ રીતે જીવનધોરણમાં પણ સુધારાનો અવકાશ ઉભો થશે. (લખ્યા તારીખ : 17 જુલાઇ 2016)

Comments
Post a Comment