જો નર્મદા ન હોત તો....
માત્ર નર્મદાના પાણી પર આધારિત સુધરાઇઓ કે પંચાયતો પોતાના સ્રોત જાળવવામાં ઉદાસીન શા માટે ? : પાણીનો પોકાર કચ્છમાં નવી વાત નથી પણ વ્યવસ્થા સાચવી શકાય તેમ હોવા છતાં લોકોને મુસિબતમાં મુકી દેનારા સત્તા પક્ષ કે તંત્રનું પાણી મપાઇ જાય છે
જો નર્મદા ન હોત તો ω તો કચ્છમાં ગમે તેટલો ઔદ્યોગિક વિકાસ થાત કે શહેરો અને ગામોમાં માળખાકિય સુવિધા હોવા છતાં પાણી માટેની પરેશાની દુકાળસમી જ લાગત. સરદાર સરોવર ડેમની નીચે આવેલા ભરૂચ - રાજપીપળાના ગામોને જ્યારે નર્મદાના વહેણમાંથી પાણી મેળવવાની સમસ્યા થઇ ત્યારે એ વિસ્તારના રહેવાસીઓએ જંગના મંડાણ કર્યા હોવાની સ્થિતિ ઉભી થઇ છે. કચ્છની વાત કરીએ તો પાણી સમસ્યા અે પુરાતનકાળ જેવી જૂની બાબત છે. 70ના દાયકાથી 90ના દાયકા સુધી કચ્છમાં સિંચાઇ કે પીવાના પાણ માટે કેન્દ્ર સરકાર સુદ્ધાં વહીવટી કાર્યવાહીઓ કરી ચૂકી છે પણ ઉદાસીનતાના મુદ્દે કાયમી નિરાકરણ નથી આવ્યું. રણ સરોવરની વાત હોય કે ગ્રેવીટીથી પાણી આપવાની વાત હોય, બધું જ જાણે ઇલ્લે ઇલ્લે થઇને વાત ઉડી ગઇ છે.
તાજેતરના પખવાડિયાની વાત કરીએ તો માળિયા પાસેના પમ્પિંગ સ્ટેશનમાં વાલ્વ ખરાબ થઇ ગયા બાદ પાણીની સ્થિતિ કાબૂ બહાર થઇ હતી. માત્ર ભુજનો દાખલો લઇએ તો 22 બોર હોવા છતાં પાણી પહોંચાડવામાં પાલિકા વામણી પુરવાર થઇ. શાસક હોય કે વિરોધ પક્ષના નગરસેવકોએ મનફાવે તેમ ટેન્કરની વરધીઓ ભરાવી અને છ છ દિવસથી જેમને તયાં પાણી નહોતું મળ્યું તેમને માત્ર ધક્કા જ ખવડાવવામાં આવ્યા. પહેલાં બે દિવસ, પછી વધુ ચાર દિવસ પાણી વીતરણ ઠેલાયું હોવા છતાં ઘાંઘું બનેલું તંત્ર પાણી આપી ન શક્યું. સામાન્ય સભામાં નાટકિય રજૂઆતો અને વિરોધની વાતો થઇ પણ નગરજનોને પાણી તો ન જ મળ્યું. 2014-15માં પણ માળિયા - સૂરજબારી વિસ્તારમાં પાઇપ લાઇનમાં સમસ્યા થઇ હતી અને તત્કાલિન કલેકટર મહેન્દ્ર પટેલે ત્યાં ધસી જઇને, માથે રહીને સમારકામ કરાવ્યું હતું એ મુદ્દો અહીં નોંધવો રહ્યો. હાલમમાં તો અંજારના ધારાસભ્યને પાણી પુરવઠા વિભાગના સંસદિય સચિવ પણ બનાવાયા છે ત્યારે અંજાર મત વિસ્તાર ઉપરાંત જિલ્લાવાસીઓની અપેક્ષા વધી જાય. ભચાઉ પાસે બનનારા પમ્પિંગ સ્ટેશનમાં પણ સરકારે માત્ર 125 એમએલડીના પમ્પિંગ માટે મંજૂરી આપીને માળિયામાંથી આટલું પાણી ઓછું ખેંચવાની વાત કરી છે ત્યારે એક હાથે આપવું અને બીજા હાથે લઇ લેવાની નીતિથી જરૂરિયાત પૂરી થઇ શકશે નહીં. એક હાજરની વસતિદીઠ 100 લીટર પાણી અને કચ્છની કુલ જરૂરિયાત 450 એમએલડી સામે માત્ર 270 એમલએલડીની ફાળવણી સમસ્યાનું નિરાકરણ નહીં લાવે. સ્થાનિક સોર્સ પાલિકા કે પંચાયતો અથવા પુરવઠા ખાતાની મદદથી ઉભા કરવા એ વિકલ્પ બનશે.
દુ:ખની વાત એ છે કે નર્મદા પર કચ્છવાસીઓ માટે સ્થાનિક તંત્રો કે સરકારે પરંપરાગત સોર્સને ટકાવી રાખવા માટે પરાવલંબીપણાને અમલમાં મૂકવા સિવાય કશુ જ કર્યું નથી તેમ કહી શકાશે. અરે, વોટર બોડીમાં દબાણો દૂર કરવાની કે તળાવ, જળાશય જેવી ખાલીખમ ભૂમિને બચાવવાની કોશિષ પણ ભાગ્યે જ જોવા મળી અેમ કહેવું ઉચિત છે. કારણ કે પાણી વહી જતાં રહે છે અને વહેણી પૂરાઇ જતાં રહે છે. સંગ્રહ શક્તિના અભાવે જામેલા ચોમાસે છતે પાણીએ લોકોને આગામી સમયમાં પાણી મળશે કે કેમ તે મુદ્દો અનુત્તર રહે છે. ઠેર ઠેર પાણી ભરાય છે લોકોના ઘર ડૂબમાં આવે છે પણ એ વહેતા પાણીના સંગ્રહ માટે કોઇ ઇનિશિયેટિવ નથી દેખાતું. કારણ કે આપણું તંત્ર, લોકપ્રતિનિધિઓ કે જળ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા લોકો એમ માને છે કે નર્મદા તો છે જ ને.... એટલે જ મુદ્દો ઉભો થાય કે નર્મદા ન હોત તો કચ્છની ઓળખ નપાણિયા અને દુકાળિયા પ્રદેશ તરીકેની પ્રસ્થાપિત રહેત.
નર્મદાના નામે મત માગતા રાજકારણીઓ જ્યારે લોકો પાણી વિહોણા થાય ત્યારે મત માગવા જેવી તત્પરતા બતાવતા નથી અે હકીકત છે. રોજગારી હોય કે આંતરિયાળ વિસ્તારની સમસ્યાઓના કારણે કચ્છીઓ હિજરત કરવા સુધીના પગલાં ભરવામાં પાછા પડ્યા નથી. પાણી પણ એક કારણ છે. ચાર ચાર દુકાળ 90ના દાયકા સુધીમાંં ભોગવી ચૂકનારા કચ્છીઓને અવાર નવાર નિયમિત ધોરણે પાણી ન આપી શકનારા સત્તાધારી પક્ષના નેતાઓ કે જિલ્લા અને રાજ્ય તંત્રનું પાણી મપાઇ જાય છે.
નર્મદાના નીર વહી રહ્યાં છે એટલે આ બધા ઉદ્યોગો અને માળખાકિય સુવિધાઓ વધારવા માટે સરકાર કે પ્રવાસન વિભાગ કચ્છની આગળ પાછળ થઇ રહ્યો છે અન્યથા કચ્છ તત્સમય જેમ જ કોરાણે મૂકાયેલું પડ્યું રહેત. કદાચ હિજરતનો દૌર પાણીના કારણે ચાલુ રહ્યો હતો. આમેય, જ્યારે ભારે ઉનાળો અને ઓગસ્ટના ઉતરાર્ધ સુધી ચોમાસુ ખેંચાઇ જાય ત્યારે માર્ચ માસથી પાણીના વલખાંના કારણે પશુધનની જિલ્લા બહાર હેરફેર સામાન્ય બાબત છે. મુદ્દો એ છે કે સદનસીબે નર્મદાના જળ આંતરિયાળ નજીકના ભાગો સુધી પહોંચે છે તેમ છતાં આમ હિજરત થતી રહે છે. પણ તેર મણનો પ્રશ્ન એ જ છે કે જો નર્મદા ન હોત તો ω તો અેમ કહી શકીએ કે કચ્છમાં ઔદ્યોગિકરણ વિકસ્યું ન હોત. માત્ર વેરા માફી જ એક પરિબળ ઉદ્યોગોને આકર્ષવ પૂરતું કાફી હતું પણ ટકાવવા માટે માળખાકિય સુવિધાઓમાં પાણીનું પરિબળ અગ્ર જ રહેત.
આ ઉપરાંત પાણીની કિલ્લત કાયમી દોજખ બની રહેત, અન્ય એક મુદ્દો એ જોઇએ કે તો સિંચાઇમાં વાગડ જેવા વિસ્તારમાં હરિયાળી કલ્પી ન શકાત. 2012ની જેમ વરસાદ રીસામણે જતો રહે અને 2016ની જેમ છ તાલુકામાં અછત કે અર્ધ અછત જાહેરકરવી પડ્યે ત્યારે પાણી ક્યાંથી આવશે એ સવાલનો જવાબ માત્ર પરાવલંબીપણાના ઉપયોગથી મળી શકત. કારણ કે સ્થાનિક સ્રોત જાળવવા માટે સત્તાધારીઓએ કે અમલદારોએ એવી કોઇ મહેનત કરી હોય તેમ ઉડીને આંખે વળગ્યું નથી. પાણી બચાવોની વાત કરવામાં વોટર શેડનો કે બોરી બંધનો સારો ઉપયોગ કરાયો છે તેમ હકારાત્મક નોંધ લેવી રહી. પણ કાયમી હલ માટે સોર્સ મેનેજમેન્ટ તરફ નર્મદા આવી ગયા પછી પણ વિચારાયું નથી. વિચારાયું એટલું જ છે કે રાજકીય રીતે પાણી યોજનાની જાહેરાત કરીને વાહવાહી મેળવી લેવી, પછી ભલે તેમાં કાંયાવાળું પાણી નીકળે કે યોજના નિષ્ફળ જાય. બાબત સ્પષ્ટ છે કે નર્મદાના પીવાના પાણીનું પમ્પિંગ ન થયું એટલે સમજી લેવાનું કે રાજકારણ શરૂ થયું. જિલ્લાવાસીઓને પાણી મળે કે ન મળે અે મુદ્દા કરતાં સમારકામમાં ગાંધીનગર સ્તરે વાતો કે રજૂઆતો કરી અને પોતાની પીઠ થપથપાવાના પ્રયાસો અમલમાં આવી જાય છેે.
સરકાર કોઇ પણ પક્ષની હોય, લોકોને નિયમિત અને પૂરતું કે જેનાથી તેનો દિવસ પસાર થઇ જાય તેટલું પાણી જોઇએ છે. આટલી માગણી અમુક અંશે તો સંતોષવાની નૈતિકતા નેવે મૂકાય તો માનવ સ્વભાવગત પાણી બતાવવું પડ તે પણ જરૂરી છે.
ગત સપ્તાહે કચ્છમાં જ્યાંથી પીવાનું પાણી અાવે છે તે માળિયા પમ્પિંગ સ્ટેશને વાલ્વ ખરાબ થઇ ગયો અને કચ્છને પાણી મળતું બંધ થઇ ગયું. નર્મદા આધારિત રહેતી નગરપાલિકાઅોનું વ્યવસ્થાપન તંત્ર ખુલ્લું પડી ગયું. ભુજમાં એક તબક્કે 250 અરજી ટેન્કર માટે આવી માંડવીમાં પૂર્વ ધારાસભ્યે આંદોલન માટેની વાત વહેતી કરી. ગાંધીધામમાં પણ ટપ્પર ડેમ સુધી માથાકૂટ પહોંચી હતી. પાણી આપવા માટે નિષ્ફળતાની કગાર પર ઉભેલા નગરપાલિકાનું શાસન કયા સંજોગોમાં સફળ શાસન કહેવું એક એ વિચારવા લાયક મુદ્દો છે. 3 મે 2003થી કચ્છને નર્મદાના પીવાના પાણી મળી રહ્યાં છે. સતત વધારા સાથે પાણી કચ્છ તરફ આવી રહ્યાં છે. 270 એમએલડી માળિયાથી પમ્પિંગ થયા બાદ છ નગરપાલિકા તથા તમામ ગામો સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહયં છે. ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ માળિયાથી પમ્પિંગ કરીને ભચાઉ, અંજાર, કુકમા, સુખપર, મંગવાણાથી ખીરસરા સુધી પીવાનું પાણી પહોંચાડે ત્યારે નારાયણ સરોવર સુધી સગવડ ઉભી થાય છે. પણ જો આ વ્યવસ્થામાં કોઇને કોઇ કારણસર ખામી ઉભી થઇ તો પીવાના પાણીનું સ્થાનિક વ્યવસ્થાપના કડડભૂસ થઇ જાય છે.એક ઉલ્લેખ એ પણ કરવો રહ્યો કે વસતિ અને પાણીની વાત આવે ત્યારે માગણી સંતોષવી અઘરી બને છે.
લખ્યા તા. 04 માર્ચ 2017

Comments
Post a Comment