ડોનેશન લઇને બાળકના વિકાસના નામે વાલીઓને ખંખેરતાં ચેતજો
--- ખાનગી શાળા-મહાશાળાઓના સંચાલકો ડોનેશનના નામે સતત લૂંટતા હોવાની બૂમ એસીબીએ સાંભળી
--- ગામ - શહેરની ભાગોળે આવેલાં ખાનગી એજ્યુકેશન કેમ્પસ કરતાં ગીચ વિસ્તારોમાં શિક્ષણ આપતી રીઝલ્ટ ઓરિયેન્ટેડ સેમી ગર્વમેન્ટ સ્કૂલ્સ કે હાઇસ્કૂલ્સનો રૂતબો બરકરાર છે
આશિષ ભાટિયા, થોડા િદવસો પહેલાં કચ્છ જિલ્લાના નિરક્ષણે અવેલા રાજ્યના એન્ટિ કરપ્શન બ્યૂરોના આ અધિકારીએ શિક્ષણ સંચાલકોને વિચારતા કરી દેતી ચીમકી આપી છે. એસીબીના નિયામક એેવા એડિશનલ ડીજીપી ભાટિયાએ સીધી ભાષામાં શિક્ષણમાં વિવિધ સુવિધાઓના રૂપાળા નામે ડોનેશન ઓહિયાં કરી જતા શિક્ષણધામોના માલિકોને કહી દીધું છે કે હવે પરોક્ષ ભ્રષ્ટાચાર બંધ કરવો પડશે.
લાંચ રૂશ્વત વિરોધી વિભાગના રાજ્યના નિયામક આશિષ ભાટિયાએ કચ્છની બે દિવસની મુલાકાતમાં ગાંધીધામ ખાતે એવી વાત ઉચ્ચારી કે બળકોના પ્રવેશ વખતે મસમોટું ડોનેશન પડાવી લેતી શિક્ષણ સંસ્થાઓ એસીબીના રડારમાં રહેશે. જો આમ થાય તો વિદ્યાર્થીઓ કરતાં વાલીઓનું વધારે ભલું થશે. કારણ કે, મોંઘવારીના સમયમાં બજેટ ખોરવાઇ જાય એમ ડોનેશન લેવામાં શાળાઓ કંઇ બાકી રાખતી નથી.
નવું શૈક્ષણિક શરૂ થાય અે પૂર્વે પ્રાઇવેટ અેજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની શાળામાં લાવવા અધિકમાં અધિક પ્રયાસો કરી રહ્યા છે. જાત ભાતની એમિનીટીઝની લાલચ આપીને પોતાની સ્કૂલ તરફ વાલીઓને વાળવા એ તેમનો વ્યવસાય છે. આમેય પણ છેલ્લા દોઢ બે દાયકાથી એમ કહેવાતું આવ્યું છે કે શિક્ષણ એ વ્યવસાય બની ગયો છે અને જો ધીકતી કમાણી કરવી હોય અને સમાજમાં નામ કમાવવું હોય તો શિક્ષણધામ ચલાવવા જેવો બીજો કોઇ સોફેસ્ટિકેટેડ બિઝનેસ નથી. એક વાત હીં નોંધવી રહી કે બાળકને ચોક્કસ સર્વગ્રાહી રીતે હોશિયાર બનાવવા, જનરલ નોલેજમાં આગળ રાખવા ખાનગી શાળાઓમાં સતત પ્રયાસો થતા રહે છે પણ રાજ્ય કે જિલ્લાસ્તરે રીઝલ્ટ ઓરિયેન્ટેડ પ્રયાસો ઉડીને આંખે વળગ્યા નથી. કારણ કે આ ચકાસણી કરવા માટે આપણી પાસે શિક્ષણ બોર્ડ નામનો કોમન બેંચમાર્ક છે ત્યાં અાગળ તો બધી રીતે અગ્રેસર હોવાનું સર્વસામાન્ય રીતે સમજાતું રહે છે. મુદ્દો અે પણ રહ્યો છે કે, ગામ - શહેરની ભાગોળે આવેલાં ખાનગી એજ્યુકેશન કેમ્પસ કરતાં ગીચ વિસ્તારોમાં શિક્ષણ આપતી અને સેમી ગવર્મેન્ટ સ્કૂલ્સ કે હાઇસ્કૂલ્સનો રૂતબો શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 કે 12ની જાહેર પુસ્તિકામાં જોઇ શકાય છે. એટલે કે તેમના વિદ્યાર્થીનો રાજ્યના ટોપમાં સમાવેશ રહેતો આવ્યો છે. નો ડાઉટ, રાજ્યસ્તરે વિદ્યાર્થીનું નામ પહોંચાડવા શાળઓ અને ખાસ કરીને શિક્ષકોએ મહેનત કરવી પડે છે. આવી મહેનત કે નામના જેના પર શિક્ષણ તંત્રનો થપ્પો લાગે તે માત્ર ડોનેશનથી શક્ય નથી. રીઝલ્ટ ઓરિયેન્ટેડ વર્કિંગ પણ કરવું પડે.
માતા - પિતાને મન બાળકથી વિશેષ કંઇ ન હોય. તેના માટે લખલૂટ ખર્ચ કરીને તેના અભ્યાસ અને ઇત્તર પ્રવૃત્તિઓ માટે ઘણી વખત બેજિજક રકમ ચૂકવવા તૈયાર થતા હોય છે અને તેનો બરાબરનો લાભ જાણે શૈક્ષણિક ધામો ઉઠાવતા હોય તેમ સમજાતું આવ્યું છે. વાલીઓની સ્થિતિ કહી પણ ન શકે અને ક્યારેક સહી પણ ન શકે. બાળક માટે જતું કરવા સિવાય કોઇ વિકલ્પ બચતો નથી.
શિક્ષણતંત્રમાં પ્રવર્તતા મત મુજબ સરકારના ધારાધોરણોના અમલ ઉપરાંત પણ છટકબારીઓનો ભરપૂર લાભ લેવાય છે. ડોનેશન સીધી રીતે વસૂલવા ઉપરાંત જુદી જુદી પ્રવૃતિઓના નામે સો ટકાથી વધુ નફો મળે તેવી ફી દર્શાવીને પ્રોક્ષી ડોનેશન અંકે કરી લેવાય છે. જેમાં રકમ ચોપડે પણ ચઢે અને કોઇ પડકારી પણ ન શકે. પરંતુ કેટલાક સંકુલોમાં ડેવલપમેન્ટ ફીના આંચળા હેઠળ પણ વસૂલાત કરાતી હોય છે. પ્રશ્ન એ છે કે કોના ડેવલપમેન્ટની વાત કરવામાં આવે છે તેમાં ? કારણ કે જો એન્યુઅલ ડે હોય કે પ્રવાસ લઇ જવાના હોય તો વાલીને ચબરખી મોકલવામાં આવે છે કે ફલાણા ફલાણાના ખર્ચ પેટે અટલી રકમ આ તારીખ સુધીમાં ચૂકવશો. જો સંસ્થાઓ દ્વારા ડોનેશન લેવાતું જ હોય તો તેની અમુક ટકાવારી આવી પ્રવૃત્તિઓ માટે ખર્ચાવી જોઇએ અને ડેવલપમેન્ટની વાત કરાતી હોય તો એકસ્ટ્રા એક્ટિવીટીઝમાં પણ માત્ર રીહર્સલ કે પ્રેક્ટિસનો રોલ હોવાના બદલે આર્થિક સહયોગ જોડવાથી ડોનેશનની પડાવેલી રકમના ઉપયોગ યથાર્થ માની શકાય.
--
વાલીઓ જાગૃત બને એ પણ તેમની જવાબદારી
પ્રાઇવેટ કેમ્પસમાં સ્પોર્ટર્સ એક્ટિવીટી, હોર્સ રાઇડીંગ, સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર કલાસ અને જાતભાતના રમકડાં કે તેવી એમિનીટીઝ બ્રોસર બનાવીને વાલીઓને બાળકને તેમની સ્કૂલ્સમાં મૂકવા આકર્ષે છે. એસીબીએ તો શિક્ષણધામોને ઝપટમાં લેવાની વાત ઉચ્ચારી છે. પણ આર્થિક ભાર સાથેના ભણતર માટે ખુદ માતા-પિતા કે વાલીઓએ તથા વાલીમંડળોએ જાગૃત થવું પડશે. પેલા બ્રોસરમાં જે એમેનિટિઝ બતાવી હતી તેમાંથી તેમના સંતાનને શું કરાવ્યું અને શું બાકી છે તેની ચકાસણી માટે જાગૃતિ કેળવવી પડશે શાળા વ્યવસ્થાપન પાસે ગરિમાપૂર્ણ પ્રશ્નોના જવાબ માગવા પડશે. ક્યાંક સફળતા પણ મળે અને ક્યાંક છેતરાયા હોવાનો ભાવ તરત ઉભો થશે.
--
એકાદ દરોડો પાડે તો જ અસર થાય
શિક્ષણ સાથે સંકળાયેલાઓના કહેવા મુજબ એસીબીના નિયામકે ડોનેશન સામે ધોંસ બોલાવવાની સારી હૈયાધારણ આપી છે. પરંતું માત્ર હૈયાધારણથી કદાચ કંઇ નહીં થાય કારણ કે સંચાલકોની પહોંચ બહુ મોટી હોય છે એટલે આવી બાબતોને સીધી રીતે તેઓ ગણતા પણ નથી. પરિણામે એકાદ કેમ્પસ પર કોઇ તપાસ હાથ ધરાય કે દરોડો પાડવામાં આવે તો ધાકભરી કામગીરીની શરૂઆત થઇ શકે. બેશક આવા ડોનેશનરૂપી દુષણ સામે સજાગ વાલીઓએ પણ એસીબી સુધી ઇનપુટ પહોંચાડવા પડશે.

Comments
Post a Comment