21મી સદીમાં કચ્છ : પાણી, પ્રવાસન અને ઉદ્યોગીકરણ, પુસ્તક પ્રતિભાવ 1
21મી સદીમાં કચ્છ : પાણી, પ્રવાસન અને ઉદ્યોગીકરણ પુસ્તકના પ્રતિભાવો વાચકો દ્વારા મળવાના શરૂ થયા છે.
જે તબક્કાવાર અહીં રજૂ કરવામાં આવશે.
ભાવિનભાઈ વોરા તરફ હંમેશા આદરની લાગણી રહી છે. કચ્છમિત્રથી પત્રકારત્વનો પ્રારંભ કરનાર ભાવિનભાઈએ સાંપ્રત સમયના કચ્છનું દર્પણ પેશ કર્યું છે ' ૨૧મી સદીમાં કચ્છ : પાણી, પ્રવાસન અને ઉદ્યોગીકરણ' પુસ્તકમાં. પત્રકારત્વમાં એમ. ફિલ. કરનાર ભાવિનભાઈ વતનપ્રેમમાં કલમને ઝબોડી કચ્છની સમસ્યાને, કચ્છની વિશેષતા આલેખે છે, ભાવિ દિશાદર્શન કરાવે છે અને તે પૂરી સજ્જતા અને અભ્યાસ સાથે ! ચાર વિભાગમાં ૧૨૭ પ્રકરણોમાં ૩૨૮ પૃષ્ઠો પર વિસ્તરેલા આ પુસ્તકમાં એમણે કચ્છના વર્તમાન મુદ્દાને પકડી તેને પૂરી નિસબત અને નિયતથી ન્યાય આપ્યો છે. કચ્છની પીડાને વાચા આપવામાં ક્યાંયે પાછીપાની કરી નથી તો અલબેલા કચ્છને પોંખવામાં એમની કલમ હરખભેર ઝૂમી ઊઠી છે. બે દાયકાના દસ્તાવેજીકરણના સ્તુત્ય કાર્યને આપણે વધાવીએ.
ભાવિનભાઈને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના સાથે અશેષ અભિનંદન !!
*સંજય પી ઠાકર* અભ્યાસુ અને લેખક ભુજ
2. કચ્છના તમામ મુદ્દાને પકડી ને ન્યાય આપ્યો
પ્રિય મિત્ર ભાવિન કૈલાસ ભાઈ વોરા એક સાચા કચ્છ ને જાણતો,માણતો આને વાચા આપતો પત્રકાર જીવ છે તેની કારકિર્દી ની તમામ બાબતો માં હું મિત્ર તરીકે સાથે રહ્યો છું, હું આમતો ભૌતિક વિજ્ઞાન નો જીવ પણ સ્વભાવ ગત લેખન અને સાહિત્ય સાથે સંકળાયેલો છું જ્યારે ભાવિન એક પત્રકાર તરીકે નો જીવ છે તેના દરેક લેખમાં કચ્છની પીડા,લાગણીનો પડઘો રહ્યો છે. મિત્ર ભાવિને કચ્છનું સાચું સ્વરૂપ પેશ કર્યું છે ' ૨૧મી સદીમાં કચ્છ : પાણી, પ્રવાસન , ઉદ્યોગીકરણ' પુસ્તકમાં. કચ્છની સમસ્યાને, કચ્છની પીડાને વાચા આપી છે, સંશોધન, અભ્યાસ સાથે.કુલ ચાર વિભાગમાં ૧૨૭ પ્રકરણોમાં ૩૨૮ પૃષ્ઠો ના આ પુસ્તકમાં એમણે કચ્છના તમામ મુદ્દાને પકડી ને ન્યાય આપ્યો છે. કચ્છની પીડાને વાચા આપવામાં આવી છે કોઈ પણ જાતની શેહશરમ વગર .તેમના આ કાર્યમાં તેમને મારી શુભેચ્છાઓ ભાવિન ને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના સાથે મિત્રતા ની લાગણી વ્યક્ત કરું છું.આ પુસ્તક કચ્છ ઉપર સંશોધન કે અભ્યાસ કરતા નવા પત્રકાર મિત્રો માટે એક સાચો ગ્રંથ બની રહેશે એ હું સો ટકા માનું છું.કચછ યુનિવર્સિટીમાં પત્રકાર ભવન જો શરૂ થાય તો આ પુસ્તક એક ઐતિહાસિક ગ્રંથ બની રહેશે એવું મારૂં માનવું છે.ફરી મિત્ર ભાવિન ને શુભેચ્છાઓ અને આવા અનેક પુસ્તકો પ્રગટ કરતા રહે તેવી શુભેચ્છા.
* ડો . મિહિર એમ વોરા
સંશોધક અને ભૌતિકશાસ્ત્રી, ભુજ
3. આ ભૂમિનું તપ છે.
જે યુગોથી શાશ્વત છે.
રણ,ડુંગર, દરિયો મિલ્કત છે.
મને મારા મૂલકની મમત છે
મૂલકની મમતને કલમથી ઉજાગર કરતા કરછના યુવા સર્જકશ્રી ભાવિનભાઈ કૈલાશચંદ્ર વોરા લિખિત
21મી સદીમાં કરછ :પાણી,પ્રવાસન અને ઉદ્યોગીકરણ વિમોચન પ્રસંગ.. રાજક્ષર કાર્યક્રમમાં ભાવિનભાઈની કલમના શબ્દોને પોંખવાનો રાજીપો સહ વધામણી...
પૂર્વાર્ધના અભિનંદન સહ ઉત્તરાર્ધની શુભેચ્છાઓ અગાઉથી ભાવિનભાઈ કરછ કુળદેવી આઈ આશાપુરા ,ઈષ્ટ હાટકેશ તથા મા અંબિકા આપની કલમને શકિત અર્પે એ જ શુભાષા સહ. સંચાલનીય ક્ષણનો રાજીપો સહ આભાર ..વાંચવા , વસાવવા અને વિચારવા લાયક પુસ્તક 21મી સદીમાં કરછ: પાણી,પ્રવાસન,ઉદ્યોગીકરણ
* ઉષ્મા શુકલ, ભુજ કચ્છ
4. વધારે માહિતી ઉજાગર થતી જાય
કચ્છ નો વતની હોવા છતાં ઘણી બધી વાતો થી અજાણ જેમ જેમ" 21મી સદી માં કચ્છ" ભાવિન નું પુસ્તક વાંચતો જાઉં છું તેમ વધારે માહિતી ઉજાગર થતી જાય છે.ભાવિન નું academic બેકગ્રાઉન્ડ અને school પુરસ્કાર રાજીવ ગાંધી પુરસ્કાર અને ગુજરાત મીડિયા એવોર્ડ 2019 એ ખૂબજ આપણે સૌને ગૌરવવંત કરે છે.
* મહેશ રાણા, વડોદરા
5. 1979થી 1982માં એવું વિઝન હતું કે વરસાદનું ટીપું પણ વેડફાય નહીં
નર્મદા યોજનાના કારણે કચ્છ, ગુજરાત અને દેશને જરૂર ફાયદો થયો છે. હજુ કદાચ થશે પણ સરકાર પર આર્થિક ભારણ રહેવાનું છે. 1979થી 1982 દરમિયાન સિંચાઇ વિભાગમાં મારી ફરજ વખતે તત્કાલિન સિંચાઇ પ્રધાન ખાસ કાળજી રાખતા હતા. કોસ્ટ બેનિફીટ રેશિયોને નિર્ધારિત કરવામાં આવતો હતો અને તેમાં કચ્છને મુક્તિ મળી હતી. તે વખતના મંત્રી અને ઇજનેરનું આયોજન એવું રહેતું હતું કે કચ્છમાં વરસાદ થાય ત્યારે પાણીનું એક પણ ટીપું વેડાફાય નહીં તેનુ઼ં ધ્યાન રાખવાનો પ્રયાસ કરાતો હતો. હાલની પરિસ્થિતિમાં નાની અને મધ્યમ સિંચાઇ યોજનાઓ વધારે અનિવાર્ય બની છે. કચ્છમાં હજુ સિંચાઇ ક્ષેત્રની ક્રાંતિની આવશ્યકતા આવકાર્ય છે.
* ચંદ્રેશ ધોળકિયા, સુરત
6. દરેક મુદ્દાઓનો સમાવેશ કરતું પુસ્તક
ભાવિન,આપ દ્વારા લખાયેલ પુસ્તક વાંચ્યું. ખૂબ જ સરસ આલેખન તથા છણાવટ, દરેક મુદાનો સમાવેશ,પ્રાણી માત્ર નો સમાવેશ,કચ્છ પહેલા કેવું હતું,આજે કેવું છે,ત્યારબાદ કેવું હશે તે દર્શાવેલ છે. આ બધું તમને પૂર્વજો,માબાપ ના આશીર્વાદ ,પરિવાર નો સાથ તથા લોકો ની શુભેચ્છા કામ આવી છે. હજુ પણ કંઈક નવું કરો જેથી પરિવાર નું નામ કચ્છનું નામ ગૌરવલેખમાં આવે એવી શુભેચ્છા.
* હર્ષબિન્દુ વૈષ્ણવ પરિવાર, માધાપર (ભુજ)
#Kachchh
#Kutch
#Book
#Book
#Narmada
#Pravasan
#Pravasan
#21mi sadi

આ ઉપક્રમ સ્તુત્ય છે
ReplyDeleteભાવિન મારો જુનો મિત્ર છે. ગુજરાત વિદ્યાપીઠમાં અમે લોકો સાથે ભણતા હતા. કચ્છ પ્રત્યેનો લગાવ ત્યારે પણ જોવા મળતો હતો. 21સદીમાં કચ્છ એ પુસ્તકમાં કચ્છ વિશે બારીકાઈથી આલેખન કર્યું છે. આ પુસ્તકમાં એની મહેનત દેખાય છે. કચ્છની બે દાયકાની સાંપ્રત ઘટનાઓ ની દસ્તાવેજીકરણ રૂપ તૈયાર કર્યું છે, તે ખરેખર બિરદાવવા લાયક છે. આશા રાખીએ ભવિષ્યમાં પણ આવી રીતે બીજા માહિતીસભર પુસ્તકો લખતા રહે એવીશુભેચ્છાઓ...જેમીની વ્યાસ
ReplyDeleteThnx Jaimini
Delete